ઢસા રોડ ના અક્ષરનગર જે.ડી પાર્ક સહજાનંદ વીલા સહિત ની વસાહતો ને વરસાદ પહેલા પાકા રસ્તા અને પ્રાથમિક સુવિધા આપો
દામનગર શહેર ના અતિ વિકસતા ઢસા રોડ ની નવી રહેણાંક વસાહતો અક્ષર નગર જે.ડી પાર્ક સહજાનંદ વીલા સહિત ના વિસ્તારો માં રસ્તા ચોમાસા પહેલા પાકા કરો રહેણાંક માટે બિનખેતી થઇ ને અસંખ્ય રહેણાંકો બન્યા પણ પ્રાથમિક થી વંચિત નવી વસાહતો માં વરસાદ પહેલા પાકા રસ્તા બનાવો અને રહેણાંક વિસ્તાર માં રહેણાંક ના નામે બાંધકામ મંજૂરી ઓ મેળવી બેફામ ઇન્ડસ્ટ્રીઝ અને કોમર્શિયલ ઉપીયોગ બંધ કરવો ની પાલિકા તંત્ર સમક્ષ સ્થાનિક રહીશો ની માંગ અનેક પ્રકાર ના ધ્વનિ પ્રદુષણ સામે રહીશો માં નારાજગી આ અંગે જિલ્લા કલેકટર અને સંકલન માં પણ આ પ્રશ્ને રજુઆત કરાય છે સ્થાનિકો ના જણાવ્યા મુજબ રહેણાંક મકાન શાંતિ થી રહેવા માટે બનાવ્યા છે ધ્વનિ પ્રદુષણ સાંભળવા નહિ પાલિકા તંત્ર ની ભ્રષ્ટ વૃત્તિ એ મામુલી રકમ ની લાલચ માં સ્થાનિક તંત્ર આ અંગે આંખ આડા કાન કરી બધું ચાલવા દેતા સ્થાનિકો માં ભારે નારાજગી જોવા મળી રહી છે
Recent Comments