તખુભાઈ સાંડસુરને દિલ્હીમાં ભારત ભુષણ એવોર્ડ
શિક્ષણવિદ્ અને ગુજરાત શૈક્ષણિક સાંસ્કૃતિક મંચના સંયોજક શ્રી તખુભાઈ સાંડસુરને નવી દિલ્હીના માલવીય સ્મૃતિ ભવન ઓડિટોરિયમમા તા 11-3-23 ના રોજ યોજાયેલ એવોર્ડ સમારંભમાં ભારત ભુષણ સેવા રત્ન એવોર્ડ -2023 અર્પણ થયો.તેઓની શિક્ષણ, સાહિત્યની સેવાના ઉપલક્ષ્યમાં આ સન્માન પ્રાપ્ત થયું.આ સમારંભનું આયોજન અખંડ ભારત રાષ્ટ્રવાદી સેવાદલના પ્રવિણસિંહ સિંધાના નેતૃત્વમાં થયું હતું.કાર્યક્મમાં પુ.શ્રી શિવરામદાસજી મહારાજ,પુ.શ્રી નાનકદાસજી મહારાજ જયપુર,શ્રી જે.પી જાડેજા ,પુ.મહામંડલેશ્ર્વર સુશ્રી રીતુમાં( જયપુર)તથા સંસ્થાના રાષ્ટ્રીય પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
Recent Comments