fbpx
ભાવનગર

તખુભાઈ સાંડસુર ષષ્ઠીપૂર્તિ સમારોહ તથા પુર્વ વિદ્યાર્થી સંમેલનની તડામાર તૈયારીઓ

ભાવનગર જિલ્લાની શૈક્ષણિક, સામાજિક, પર્યાવરણ પ્રવૃત્તિઓ સાથે જોડાયેલાં આચાર્ય તખુભાઈ સાંડસુરનો ષષ્ઠીપૂર્તિ સમારોહ પોતાના પૈતૃક વતન ગારીયાધાર તાલુકાના વેળાવદર ખાતે તારીખ 6 અને 7 મે ના રોજ આયોજિત કરવામાં આવ્યો છે.સાથે સાથે પુર્વ વિદ્યાર્થી સંમેલનમાં તેજસ્વી પ્રતિભાને પોંખાશે            ‌ આ સમારોહ અંગે વેળાવદર ગામનાં અગ્રણીઓના જણાવ્યાં મુજબ ગારીયાધાર તાલુકાના વેળાવદર ગામની કાણકિયા પારેખ હાઇસ્કુલમાં સતત 29 વર્ષ સુધી સેવાઓ આપ્યા પછી નિવૃત્ત થયેલાં શ્રી તખુભાઈ સાંડસુરનો વિદાય સન્માન કાર્યક્રમ કોરોનાના કારણે યોજાયેલ નથી. તે હવે નવાં સ્વરૂપે એટલે કે ષષ્ટિપૂર્તિ સમારોહના રૂપમાં આગામી 6 અને 7 મે ના રોજ આયોજિત કરવામાં આવેલ છે.આ સમારોહની વિગતો આગામી 4 તારીખનાં રોજ સાર્વજનિક રીતે જણાવવામાં આવશે.આ સમારોહની તૈયારીઓના ભાગરુપે શૈક્ષણિક કર્મીઓ તથા ગામના સૌ અગ્રણીઓ તૈયારી કરી રહ્યાં છે.

Follow Me:

Related Posts