અમરેલી

તન–મનની તંદુરસ્તી જેટલી જ આવશ્યક છે તંદુરસ્ત જમીન

નેનો યુરીયા ઉત્પાદન અને આવક માટે આર્શિવાદરૂપ – દિલીપ સંઘાણી

અમરેલી ખાતે યોજાયેલ નેનો યુરિયા પાક પરિસંવાદ મા બોલતા રાષ્ટ્રિય સહકારી આગેવાન અને ઈફકોના યહ ચેરમેન દિલીપ સંઘાણી એ જણાવેલ કે, જેમ શરિરની તંદુરસ્તી માટે આપણે સજાગ છીએ એટલી જ જાગૃતિ તંદુરસ્ત જમીન માટે લેવામા આવે તો ખેત ઉત્પાદન અને કૃષિ આવક બમણી મેળવી શકાય તેમ જણાવેલ હતુ વધુમા તેઓએ જણાવેલ કે ઈફકોએ યુરીયાના વધુ પડતા વપરાશ અને તેના કારણે પેદા થતા અસંતુલનને દૂર કરવા ઈફકો કલોલ ગુજરાત ખાતેના પ્લાન્ટમા નેનો યુરિયાનો સંપૂર્ણ સ્વદેશી તકનીકથી વિશ્વમા સૌ પ્રથમ આવિશ્કાર કરવામા આવ્યો જે ભારતને ખાતર ક્ષેત્રમા આત્મનર્ભરિ બનાવવા ખુબ મોટુ પગલુ છે. નેનો યુરીયાના દેશનાં જુદા – જુદા રાજયોમા ૧૧ હજાર જેટલી જગ્યાઓએ અને ૯૪ થી વધુ પાકો ઉપર થયેલ પરિક્ષણો અને સંશોધનોના આધારે ફલીત થયુ છે કે, નેનો યુરિયાના ઉપયોગથી માટીની ગુણવતા સુધરે છે અને પાક ઉત્પાદન વધે છે. ભારત સરકાર દ્રારા વિદેશ થી ખાતર આયાત કરવામા આવે છે તેના પર ૧.પ લાખ કરોડ થી પણ વધુ સબસીડી આપવામા આવે છે.

નેનો યુરિયા સ્વદેશી હોવાથી દેશ પર સબસીડીનો બોજો ધટશે અને દેશનો વિકાસ થશે. નેનો યુરિયાના ઉપયોગ થી પાણીનો બચાવ થાય છે, જમીન અને પર્યાવરણ પર તેની કોઈ હાનીકારક અસર થતી નથી અને જનઆરોગ્ય માટે બીનજેરી છે જેથી ભાવિપેઢીને શુધ્ધ ખોરાક મળી રહેશે તેમજ ખેતિ પણ ટકાઉ બનશે. સંઘાણીએ વધુમા જણાવેલ કે, ખેતિમા મજુરીનો ઉદભવતો પ્રશ્નોને નિવારવા ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરવા તેમજ પરંપરાગત યુરીયાનો વપરાશ ટાળવા તાકીદ કરી હતી. કાર્યક્રમમા ઉપસ્થિત ઈફકોના સ્ટેટ મેનેજર એન.એસ.પટેલ એ ખેડૂતોના આર્થિક વિકાસ માટે ઈફકો દ્રારા લીધેલ વિવિધ પગલાઓ અને સહકારી પ્રવૃતિઓ અંગે માહિતી આપી હતી તથા ઈફકો સંશોધીત સૌ પ્રથમ નેનો યુરીયાના ફાયદાઓ અને વપરાશની પધ્ધતિ અને ખાતરના આદેધડ ઉપયોગથી થતા નૂકશાન વીશે વિગતવાર સમજાવ્યુ હતું. સાંસદ નારણભાઈ કાછડીયા એ ખેતિ ખર્ચ ધટાડવા તથા સરકારની વિવિધ યોજનાઓ અને રાસાયણીક ખાતરમા અપાતી માતબર સબસીડી વિશે વાત કરી હતી. કાર્યક્રમમા ઉપસ્થિ સહકારી આગેવાનોએ દેશમા સહકારી પ્રવૃતિઓના મહત્વ વિશે તથા વધુમા વધુ સહકારી સેવાઓ અને ઉત્પાદનોનો લાભ લેવા જણાવેલ હતું. પરિસંવાદની આભારવિધી જીલ્લા બેંકના જનરલ મેનેજર (સી.ઈ.ઓ.) બી.એસ.કોઠીયા એ કરેલ હતી આ પરિસંવાદમા ૪૦૦ થી વધુ અમરેલી અને કુકાવાવ તાલુકાના સહકારી મંડળીઓના પ્રમુખ–મંત્રીઓ,સરપંચશ્રીઓ અને આગેવાન ખેડૂતો ઉપસ્થિત રહયા હતા તેમ અખબારી યાદીમા
જણાવાયેલ છે.

Related Posts