તબીબ બનવા બંને હાથ જરૂરી હોવાના નિયમને દિલ્હી હાઇકોર્ટમાં પડકાર
આ કેસનો ચુકાદા પર અનેક દિવ્યાંગ વિદ્યાર્થીની નજર
બેને બદલે માત્ર એક જ હાથ ધરાવતી યુવતી નીટમાં ઉત્તીર્ણ થવા છતાં અનેે તેને એક મેડિકલ કોલેજમાં બેઠક ફાળવવામાં આવી હોવા છતાં છેલ્લી ઘડીએ તેને પ્રવેશનો ઇન્કાર કરી દેવાયો હતો. તબીબી અભ્યાસક્રમ માટે વિદ્યાર્થીના બંને હાથ હોવા જરૂરી છે તેવા નિયમનો તેને હવાલો અપાયો હતો. હવે આ વિદ્યાર્થિનીએ આ નિયમને દિલ્હી હાઇકોર્ટમાં પડકારતાં હાઇકોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ ફટકારી તેનો જવાબ માગ્યો છે. દિલ્હી હાઈકોર્ટના ચીફ જસ્ટિસ ડી.એન.પટેલ અને જસ્ટિસ પ્રતીક જાલાનની બેન્ચે એક યુવતી તરફથી દાખલ કરાયેલી અરજી પર સુનાવણી કરી હતી.
બાદમાં કોર્ટે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય, શિક્ષણ મંત્રાલય, સામાજિક ન્યાય મંત્રાલય, નેશનલ મેડિકલ કમિશન, સફદરજંગ હોસ્પિટલ અને લેડી હાર્ડિંગ હોસ્પિટલને નોટિસ મોકલીને તેમનું વલણ જાણવાની ઈચ્છા વ્યક્ત કરી છે. કેસની વિગત એવી છે કે જન્મથી ફક્ત હાથ ધરાવતી વૈભવી શર્માએ નીટ-યુજી ૨૦૨૦ પાસ કરી છે અને તેણે દિવ્યાંગ શ્રેણીમાં નવી દિલ્હીની લેડી હાર્ડિંગ કોલેજમાં એમબીબીએસના અભ્યાસક્રમમાં સીટ ફાળવાઈ હતી. વેભવી શર્માએ જ મેડિકલ કોર્સમાં બંને હાથ ફરજિયાત હોવા જ જાેઇએ તેવા નિયમને કોર્ટમાં પડકાર્યો છે. વકીલ મૃણાલ ગોપાલ એલ્કરના માધ્યમથી દાખલ કરાયેલી અરજીમાં કહ્યું છે કે દુર્ભાગ્યપૂર્ણ છે કે વેભવીનું ડોક્ટર બનવાનું સપનુ અધુરુ રહી જાય તેમ છે, કારણ કે એમબીબીએસમા પ્રવેશના નિયમ ૧૯૯૭ હેઠળ વેભવીને અયોગ્ય જાહેર કરવામાં આવી છે.
આ નિયમ હેઠળ પ્રવેશ ઈચ્છુક વિદ્યાર્થીના બંને હાથ સલામત હોવા જાેઈએ અને બંને હાથ, સંવદન, તાકાત અને અન્ય બાબતોથી મેડિકલની રીતે સંપૂર્ણ સ્વસ્થ હોવા જાેઈએ. હાઈકોર્ટે સુનાવણી દરમિયાન વેભવી શર્માના વકીલને પૂછ્યું કે એક હાથ કે વગર હાથની વ્યક્તિ કેવી રીતે ડોક્ટર બનશે અને કેટલાક વ્યવસાય એવા છે કે જ્યાં વિશેષ દિવ્યાંગતા ધરાવતાને વ્યક્તિને કામ આપી શકાય નહીં. આ કેસમાં શું ચુકાદો આવે છે તેના પર હજારો દિવ્યાંગ વિદ્યાર્થીની નજર રહેશે.
Recent Comments