fbpx
ગુજરાત

તમાકુ ખાવાના મામલે ગુજરાતમાં મહિલાઓએ પુરુષોને પાછળ છોડ્યાઃ નેશનલ સર્વે

તાજેતરમાં આવેલા નેશનલ ફેમિલી હેલ્થ સર્વેમાં ગુજરાતની જે હકીકત સામે આવી છે તે ખરેખર ચોંકાવનારી છે. રાજ્યમાં તમાકુના સેવનમાં પુરુષોની સંખ્યા ઘટી છે પરંતુ સ્ત્રીની સંખ્યા વધી છે. રિપોર્ટ મુજબ રાજ્યમાં તમાકુના સેવનમાં પુરુષોની સંખ્યામાં ૧૦.૩ ટકાનો ઘટાડો આવ્યો છે. જ્યારે મહિલાઓની સંખ્યામાં ૧.૩ ટકાનો વધારો આવ્યો છે.
એનએફએચએસના વિગતવાર આંકડા સૂચવે છે કે ૨૦૦૫-૦૬માં ૬૦.૨ ટકા પુરુષોએ તમાકુનું સેવન કર્યું હતું, જે વર્ષ ૨૦૧૫-૧૬માં ઘટીને ૫૧.૪ ટકા થયું હતું અને ૨૦૧૯-૨૦માં ઘટીને ૪૧.૪ ટકા થયું હતું. શહેરોમાં લગભગ ૩૩.૬ ટકા પુરુષો અને ગ્રામીણ વિસ્તારોમાં ૪૬.૭ ટકા પુરુષોએ વર્ષ ૨૦૧૯-૨૦ના આંકડા મુજબ તમાકુનું સેવન કર્યું હતું. એનએફએચએસ-ૈંફ (૨૦૧૫-૧૬) મુજબ શહેરોમાં ૪૬ ટકા પુરુષો અને ગ્રામીણ વિસ્તારોમાં ૫૬.૨ ટકા પુરુષોએ તમાકુનું સેવન કર્યું હતું.
જાેકે, મહિલા ગ્રાહકોનું પ્રમાણ માત્ર એક ટકા ઘટ્યું હતું. વર્ષ ૨૦૦૫-૦૬માં ૮.૪ ટકા મહિલાઓએ કોઈ પણ પ્રકારની તમાકુનું સેવન કર્યું હતું, જે વર્ષ ૨૦૧૫-૧૬માં ઘટીને ૭.૪ ટકા અને ૨૦૧૯-૨૦માં ૮.૭ ટકા થયું હતું. એનએફએચએસ-ફ મુજબ તમાકુનું સેવન કરનારી મહિલાઓની સંખ્યા ગ્રામીણ વિસ્તારોમાં ૧૧ ટકા અને શહેરી વિસ્તારોમાં ૫.૪ ટકા હતી. જાેકે, એનએફએચએસ-ૈંફ મુજબ ગ્રામીણ ગુજરાતમાં ૯.૧ ટકા મહિલાઓ શહેરી વિસ્તારોમાં ૫.૨ ટકાની સરખામણીમાં તમાકુનો ઉપયોગ કરે છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે પુરુષોમાં અન્ય કોઈ પણ પ્રકારના તમાકુનો ઉપયોગ કરતાં તમાકુ સાથે ગુટકા અથવા પાન મસાલાનો ઉપયોગ કરવાની શક્યતા ઘણી વધારે હોય છે. પુરુષો અને મહિલાઓમાં, ગ્રામીણ વિસ્તારોમાં કોઈ પણ પ્રકારના તમાકુનો ઉપયોગ વધારે છે – તમાકુ સાથે ગુટકા અથવા પાન મસાલા, ત્યારબાદ બીડી ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં લોકપ્રિય છે.
એક સમાજશાસ્ત્રીએ જણાવ્યું હતું કે, દારૂ પીવાની જેમ ગ્રામીણ મહિલાઓ માટે તમાકુનું સેવન એ પરંપરાઓનો એક ભાગ છે. તમાકુનો ઉપયોગ હજુ પણ એક સાંસ્કૃતિક પ્રથા છે અને ભોજન પછી મહિલાઓ બદામ અને તમાકુ ખાતી જાેવા મળશે. હવે ગુટકાની સરળ ઉપલબ્ધતાને કારણે ગ્રામીણ વિસ્તારોમાં તમાકુના વપરાશમાં વધારો થયો છે, એમ તેમણે જણાવ્યું હતું.
કેટલાક ગામડાઓમાં બાળકો પણ ખૂબ મોટા પાયે તમાકુનું સેવન કરતા જાેવા મળે છે. ઉચ્ચ આરોગ્ય અધિકારીએ કહ્યું કે તમાકુનું સેવન કરતા બાળકોની સંખ્યા પણ રાજ્યમાં મોટી છે.

Follow Me:

Related Posts