તમાકુ નિયંત્રણ અધિનિયમ-૨૦૦૩ અંતર્ગત અમરેલી જિલ્લા એન્ફોર્સમેન્ટ સ્ક્વોડ-ટીમ દ્વારા અમરેલી શહેરમાં તમાકુ વિક્રેતાઓનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. તમાકુ સેવન ન કરવું અને તમાકુ સેવનથી થતાં નુકશાન અંગે નાગરિકોને વાકેફ કરવા તેમજ તેમનામાં જાગૃત્તિ આવે તે માટે દંડ અને વસૂલાત કરવામાં આવે છે. તમાકુ વેચાણકર્તાઓના લારી, ગલ્લા સહિતના જાહેર સ્થળો પર સૂચક બોર્ડ મૂકવું, શૈક્ષણિક સંસ્થાઓની ૧૦૦ વારની ત્રિજ્યામાં તમાકુ બનાવટોનું વેચાણ કરવું, જાહેર સ્થળો પર તમાકુ બનાવટોનું સેવન કરવું, ઇ-સિગારેટનું વેચાણ-સંગ્રહ કે તેના ઉપયોગકર્તા, તમાકુ બનાવટની પ્રત્યક્ષ-પરોક્ષ જાહેરાત કરવી, નિર્દિષ્ટ આરોગ્ય વિષયક ચિત્રાત્મક ચેતવણી વિના તમાકુ બનાવટનું વેચાણ સહિતની બાબતોની આકસ્મિક ચકાસણી કરવામાં આવી હતી. અમરેલી શહેરના નાગનાથ બસ સ્ટેન્ડ, મોટા બસ સ્ટેન્ડ, રાજકમલ ચોક, જિલ્લા પંચાયત રોડ, હનુમાનપરા, લાઠી રોડ બાયપાસ તેમજ કોલેજ સર્કલ સહિતના વિસ્તારમાં તમાકુ નિયંત્રણ અધિનિયમ – ૨૦૦૩ ની વિવિધ કલમ હેઠળ ૧૮ કેસ રુ.૩૫૦૦ નો દંડ કરવામાં આવ્યો. તમાકુ નિયંત્રણ અધિનિયમ-૨૦૦૩ અંતર્ગત સમગ્ર અમરેલી જિલ્લામાં ગત માસમાં ૫૬૩ કેસ રુ.૪૨,૪૧૦ નો દંડ કરવામાં આવ્યો.
તમાકુ નિયંત્રણ અધિનિયમ-૨૦૦૩-અમરેલી એન્ફોર્સમેન્ટ સ્ક્વોડ-ટીમ દ્વારા આકસ્મિક ચેકિંગઃ અમરેલી શહેરમાં ૧૮ કેસ, રુ.૩૫૦૦ નો દંડ

Recent Comments