તમાકુ નિયંત્રણ સ્ક્વોડ દ્વારા આકસ્મિક ચેકિંગ હાથ ધરી રૂ.૩૯૦૦/- નો દંડ વસૂલાયો
આરોગ્ય, પોલીસ, એસ. ટી. જેવા વિભાગોએ સંયુક્ત રીતે ચેકીંગ કરી ૧૭ કેસો કર્યા
રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત તમાકુ વિરોધી કાયદાનું સઘન અમલીકરણ થાય તે હેતુથી અમરેલીમાં તમાકુ નિયંત્રણ સ્ક્વોડ દ્વારા ૧૬ માર્ચના સઘન ચેકિંગની કામગીરી હાથ ધરી કુલ ૧૭ જેટલા કેસો કરી રૂ.૩૯૦૦/- નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.
તમાકુ નિયંત્રણ ધારાના ભંગ બદલ વિવિધ ગુનાઓ જેવા કે શૈક્ષણિક સંસ્થાની આસપાસ તમાકુ કે તમાકુની બનાવટ વેચતા નાના મોટા વેપારીઓ, પાન-ગલ્લા, પાન-બીડી તમાકુની એજન્સી વગેરે જેવી જગ્યાએ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. વેપારીઓ દ્વારા ‘તમાકુથી કેન્સર થાય છે’ અને ‘૧૮ વર્ષથી નાની ઉમરની વ્યક્તિ તમાકુનુ વેચાણ/ખરીદીએ દંડનીય ગુનો છે’ તેવું બોર્ડ લગાવવું ફરજિયાત હોય છે અને ‘સિગારેટ તથા બીડીના છુટક વેચાણ પ્રતિબંધિત છે.’ આરોગ્ય-વિષયક ચેતવણી વિના સિગારેટ્સ અને તમાકુની અન્ય બનાવટોનું વેચાણ કરવા પર પ્રતિબંધ છે. જેમ કે બીડી, સિગારેટમાં “તમાકુ જીવલેણ છે. તમાકુના સેવનથી મોઢાનું કેન્સર થાય છે.” તેવું સચિત્ર ચેતવણી જેવી બાબતો સાથે પાકા બીલ વગરની પરદેશી બનાવટની ઇમ્પોટેડ સિગારેટનું બિન અધિકૃત રીતે વેચાણ થતું હોય જેથી તંત્રના વિવિધ વિભાગો દ્વારા ચેકીંગ કરવામાં આવ્યું હતું.
Recent Comments