fbpx
રાષ્ટ્રીય

તમામ ગામોમાં મોબાઈલ ટાવર લગાવવાને લઈનેPM આપી ખાતરીઈન્ટરનેટ સેવા પહોચશે ગામે-ગામે,PM જાહેરાત, માર્ચ ૨૦૨૪ સુધી મોબાઈલ ટાવર લાગી જશે

શહેરી વિસ્તારોમાં તો ઓછું પણ ગ્રામ્ય વિસ્તારો નેટવર્કની ઘણી સમસ્યા સર્જાતી હોય છે. ત્યારે આવતા વર્ષે માર્ચ સુધીમાં દેશમાં નેટવર્કની સમસ્યા સંપૂર્ણપણે ખતમ થઈ જશે અને નેટવર્કની સમસ્યાથી લોકોને છુટકારો મળશે. મળતી માહિતી મુજબ માર્ચ ૨૦૨૪ સુધીમાં ભારતના દરેક ગામમાં મોબાઈલ ટાવર લગાવવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘પ્રગતિ’ની બેઠકમાં નેટવર્ક સબંધિત સમસ્યાને દૂર કરવા ટાવર લગાવવા અંગેની વાત કહી હતી. તમને જણાવી દઈએ કે પીએમ મોદીએ બુધવારે આ બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ સમય દરમિયાન આ સમયમર્યાદા નક્કી કરવામાં આવી હતી.

આ દરમિયાન વડાપ્રધાને ‘યુએસઓએફ પ્રોજેક્ટ્‌સ હેઠળ મોબાઈલ ટાવર અને ૪જી કવરેજ’ની પણ સમીક્ષા કરી.. ેંર્જીંહ્લ હેઠળ, પીએમએ કરેલી બેઠકમાં મોબાઇલ કનેક્ટિવિટી સુધારવા માટે ૨૪,૧૪૯ મોબાઇલ ટાવરવાળા ૩૩,૫૭૩ ગામોને આવરી લેવાની વાત કરવામાં આવી છે. પીએમ મોદીએ અધિકારીઓને તમામ હિતધારકો સાથે બેઠક કરીને ચાલુ નાણાકીય વર્ષમાં જ તમામ વંચિત ગામોમાં મોબાઈલ ટાવર લગાવવાની ખાતરી કરવા જણાવ્યું હતુ અને તેની ડેડલાઈન પણ નક્કી કરવામાં આવી છે કે માર્ચ ૨૦૨૪ સુધીના તમામ ગામોમાં ઈન્ટરનેટ સેવા પહોંચી જશે.

આ ઉપરાંત પ્રગતિ બેઠકમાં બીજી ઘણી યોજનાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. પ્રગતિ બેઠકમાં પીએમ મોદીએ લગભગ ૩૧ હજાર કરોડ રૂપિયાના સામૂહિક ખર્ચ સાથે સાત રાજ્યોમાં આઠ મોટા પ્રોજેક્ટ્‌સની સમીક્ષા કરી. પ્રગતિ બેઠકમાં સમાવિષ્ટ પ્રોજેક્ટ્‌સમાંથી ચાર પાણી પુરવઠા અને સિંચાઈ સાથે સંબંધિત હતા, બે રાષ્ટ્રીય ધોરીમાર્ગો અને કનેક્ટિવિટી વિસ્તરણ સાથે સંબંધિત હતા જ્યારે અન્ય બે પ્રોજેક્ટ રેલ અને મેટ્રો રેલ કનેક્ટિવિટી સંબંધિત હતા.. આ પ્રોજેક્ટ્‌સની કુલ કિંમત અંદાજે ૩૧,૦૦૦ કરોડ રૂપિયા છે. જેમાં સાત રાજ્યો બિહાર, ઝારખંડ, હરિયાણા, ઓડિશા, પશ્ચિમ બંગાળ, ગુજરાત અને મહારાષ્ટ્રનો સમાવેશ થાય છે. તમને જણાવી દઈએ કે ‘પ્રગતિ’ એ કેન્દ્ર અને રાજ્યો સાથે સંબંધિત પ્રોજેક્ટ્‌સના સક્રિય વહીવટ અને સમયસર અમલીકરણ માટે એક બહુ-સ્તરીય પ્લેટફોર્મ છે. સમીક્ષા બેઠકમાં પીએમ મોદીએ કહ્યું કે ગીચ વસ્તીવાળા શહેરી વિસ્તારોમાં પ્રોજેક્ટ અમલમાં મૂકતા તમામ હિસ્સેદારો નોડલ અધિકારીઓની નિમણૂક કરી શકે છે અને વધુ સારા સંકલન માટે ટીમો બનાવી શકે છે.

Follow Me:

Related Posts