fbpx
રાષ્ટ્રીય

તમામ સાંસદો, પક્ષો ખુલ્લા મને ઉત્તમ ચર્ચા કરે: વડાપ્રધાન મોદી

નાણામંત્રી ૧ ફેબ્રુઆરીએ નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ માટે કેન્દ્રીય બજેટ રજૂ કરશે. સોમવારે સર્વપક્ષીય બેઠક બોલાવવામાં આવી છે. કોવિડ રોગચાળાના ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને, સત્રના પ્રથમ તબક્કા દરમિયાન, લોકસભા અને રાજ્યસભાની બેઠકો દિવસના અલગ-અલગ સમયે યોજવામાં આવશે, જેથી કોવિડ સંબંધિત સામાજિક અંતરના નિયમોનું પાલન કરી શકાય. બજેટ સત્રના પ્રથમ બે દિવસમાં ઝીરો અવર અને પ્રશ્નકાળ નહીં હોય. એવું કહેવામાં આવી રહ્યું છે કે બજેટ સત્રમાં હોબાળો થવાની સંભાવના છે.

મુખ્ય વિપક્ષ કોંગ્રેસે બજેટ સત્રમાં કોરોના પ્રભાવિત પરિવારો માટે રાહત પેકેજ, મોંઘવારી, બેરોજગારી, ખેડૂતોને લગતા મુદ્દાઓ, સરહદ પર ચીન સાથેની ગતિરોધ અને અન્ય કેટલાક મુદ્દાઓ પર સરકારને ઘેરવાનો ર્નિણય લીધો છે. બજેટના એક દિવસ પહેલા એટલે કે મુખ્ય આર્થિક સલાહકારના નેતૃત્વ હેઠળની એક ટીમ આજે રજૂ થનાર આર્થિક સર્વેને તૈયાર કરે છે. તમને જણાવી દઈએ કે કેન્દ્ર સરકારે ગયા અઠવાડિયે જ અર્થશાસ્ત્રી વી અનંત નાગેશ્વરનને ઝ્રઈછ તરીકે નિયુક્ત કર્યા છે. અનંત નાગેશ્વરન અગાઉ ક્રેડિટ સુઈસ અને જુલિયસ બેર ગ્રુપમાં ઓફિસર રહી ચૂક્યા છે. તેમણે કેવી સુબ્રમણ્યમની જગ્યા લીધી છે. સુબ્રમણ્યમનો કાર્યકાળ ડિસેમ્બર ૨૦૨૧માં સમાપ્ત થયો હતો.

આજથી સંસદનું બજેટ સત્ર શરૂ. રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠકને સંબોધિત કરી રહ્યા છે અને નાણાં પ્રધાન ર્નિમલા સીતારમણ ૨૦૨૧-૨૨ માટે આર્થિક સર્વે રજૂ કરશે. સંસદ શરૂ થતા પહેલાં ઁસ્ મોદીએ મીડિયાને સંબોધિત કર્યું હતું. બજેટ સત્રની શરૂઆત પહેલા મોદીએ નિવેદન આપતા કહ્યું કે ભારત માટે ઘણા અવસર ઉપલબ્ધ છે. ભારતમાં રસીકરણ અભિયાનથી વિશ્વમાં વિશ્વાસ પેદા થયો. તમામ સાંસદો, પક્ષો ખુલ્લા મને ઉત્તમ ચર્ચા કરે. બજેટ સત્ર દેશના વિકાસ માટે અવસર. વારંવારથી ચૂંટણીઓથી સત્ર પ્રભાવિત થાય છે.

Follow Me:

Related Posts