અનેક લોકોની એક જ ફરિયાદ હોય છે કે મારા વાળ બહુ ખરે છે..મારા વાળ બહુ પાતળા થઇ ગયા..મારા વાળમાં બહુ ખોડો થઇ જાય છે…જો કે આ સમયમાં હવે આ વસ્તુ કોમન થઇ ગઇ છે. વાળને લગતી સમસ્યા આજકાલ ખૂબ જ વધી ગઇ છે. અનેક લોકો વાળ માટે દવા પણ કરાવતા હોય છે. પરંતુ આજે તમને જણાવી દઇએ કે જો તમને પણ વાળની સમસ્યા છે તો એની પાછળ મોટોભાગ ભજવે છે તમે જે મસાજ કરો છો એ…વાળમાં મસાજ કરતી વખતે થતી આ નાની-નાની ભૂલો તમારા વાળને ડેમેજ કરવાનું કામ કરે છે.
ગરમ તેલનો ઉપયોગ ટાળો
ઘણાં લોકો વાળમાં તેલ નાંખે એટલે એને અતિશય ગરમ કરતા હોય છે. જો તમે પણ તેલને બહુ ગરમ કરો છો તો તમને જણાવી દઇએ કે એમાં રહેલા પોષક તત્વો નષ્ટ થઇ જાય છે જેના કારણે તમારા વાળને પૂરતા પ્રમાણમાં પોષણ મળતુ નથી.
ગરમ તેલ તમારા વાળને અંદર જઇને નુકસાન કરે છે. આ માટે બને ત્યાં સુધી તેલને નોર્મલ ગરમ કરો અને પછી વાળમાં માલિશ કરો. તમને જણાવી દઇએ કે ગરમ તેલ વાળમાં નાંખવાથી વાળમાં વારંવાર ખોડો થઇ જાય છે અને જૂ પણ પડી શકે છે. આ માટે હંમેશા વાળમાં નોર્મલ તેલથી માલિશ કરવાનું રાખો.
ઘણાં લોકોની આદત હોય છે વાળમાં બહુ ભારે વજનથી મસાજ કરવો. જો તમે પણ વાળમાં ભારે હાથથી મસાજ કરો છો તો તમારી આ આદતને તમારે આજથી જ બદલી નાંખવી જોઇએ. ભારે હાથથી મસાજ કરવાને કારણે તમારા વાળ તૂટવા લાગે છે. આ માટે જેમ બને એમ હળવા હાથે વાળમાં મસાજ કરો.
Recent Comments