સુંદર અને આકર્ષક હોંઠ કોને નથી ગમતા. સામાન્ય રીતે છોકરીઓ ઇચ્છતી હોય છે કે એના હોંઠ ગુલાબી, સુંદર અને આકર્ષક લાગે પરંતુ ઘણી વખત તમારી કેટલીક ખરાબ આદતોને કારણે હોંઠ કાળા અને શુષ્ક પડી જતા હોય છે.
આ કાળા હોંઠને કારણે તમને બહાર જતા પણ શરમ આવતી હોય છે. આમ, જો તમારા હોંઠ કાળા છે તો તમારે આજથી જ તમારી આ આદતોને બદલી નાખવી જોઇએ. આ આદતો બદલશો તો તમારા હોંઠ ગુલાબી થવા લાગશે અને સાથે સોફ્ટ પણ થશે.
ડેડ સ્કિન
તમારા હોંઠ પર ડેડ સ્કિન સેલ્સ જમા થવાને કારણે હોંઠ કાળા પડવા લાગે છે. ડેડ સ્કિનને કારણે હોંઠ પર કરચલીઓ પડવા લાગે છે જેનાથી હોંઠ પરની સ્કિન ખરાબ થાય છે. આ માટે હોંઠ પર દરરોજ મસાજ કરો અને ડેડ સ્કિન સેલ્સને દૂર કરો.
લિપસ્ટિક
જો તમે દરરોજ લિપસ્ટિકનો ઉપયોગ કરો છો તો તમારા હોંઠ કાળા પડવા લાગે છે. લિપસ્ટિકમાં કેમિકલ્સનો ઉપયોગ વધારે પ્રમાણમાં થાય છે જે લાંબા સમયે હોંઠને કાળા કરવાનું કામ કરે છે. આ માટે તમે જ્યારે લિપસ્ટિક ખરીદો છો ત્યારે અનેક બાબતોનું ખાસ ધ્યાન રાખીને પછી જ લિપસ્ટિક ખરીદો જેથી કરીને હોંઠ કાળા ના પડે.
સ્મોકિંગ
સ્મોકિંગ કરવાથી હોંઠ ધીરે-ધીરે કાળા પડવા લાગે છે. જે વ્યક્તિ વધુ પ્રમાણમાં ધુમ્રપાન કરે છે એના હોંઠ કાળા થવા લાગે છે.
ઓછુ પાણી પીવું
શરીરમાં પાણીની ઉણપ હોય તો હોંઠનો કલર બદલાઇ જાય છે. આ માટે દિવસમાં વધારે પાણી પીવાનું રાખો. શિયાળામાં ઓછામાં ઓછુ 8 ગ્લાસ પાણી પીવું જોઇએ.
Recent Comments