તમારી દીકરી 25 વર્ષની થશે ત્યારે મળશે 27 લાખ રૂપિયા, LICની આ સ્કીમનો ઉઠાવો લાભ..
આજકાલ દરેક માતા પિતા પોતાના બાળકનું ભવિષ્ય સુરક્ષિત રાખવા માટે નવી નવી સ્કીન લેતા હોય છે અથવા તો લેવાનું વિચારતા હોય છે. એવામાં એલઆઈસી અત્યારે દિકરીઓ માટે સારી યોજના લઈને આવ્યું છે. આવો જાણીએ આ સ્કીન વિશે..
આ પોલિસીનું નામ છે કન્યાદાન પોલિસી સ્કીમ છે. જે હેઠળ તમારે રોજ બસ 121 રૂપિયા એટલે કે મહીને 3600 રૂપિયાનું પ્રિમિયમ જમા કરવાનું રહેશે. જ્યારે આ પોલિસી પૂર્ણ થઈ જાય ત્યારે તમને રોકડા 27 લાખ રૂપિયા મળશે. આ પૈસા પોલીસી કરાવ્યાના 25 વર્ષ બાદ મળશે. આ પોલીસીની શરૂઆત થોડા વર્ષો પહેલા જ કરવામાં આવી છે. ઘણા લોકોએ આ પોલીસી પોતાની દીકરી માટે પણ લીધી છે. એવામાં તમે કોઈ પોલીસી તમારા બાળકના ભવિષ્ય માટે વિચારી રહ્યાં છો તો તમે આ યોજનાનો લાભ લઈ શકો છે.
પોલીસી સાથે જોડાયેલા અન્ય ફાયદા
– 25 વર્ષ બાદ પોલીસીના નોમિનીને 27 લાખ રૂપિયા અલગથી મળશે.
– આ પોલીસીની સૌથી ખાસ વાત એ છે કે આ પ્લાન 25 વર્ષ માટે છે. પરંતુ પ્રીમિયમ તમારે માત્ર 22 વર્ષ સુધી જ ભરવાનું રહેશે.
– પોલીસી વચ્ચે વીમાધારકનું મૃત્યુ થાય તો પરિવારને કોઈ પ્રીમિયમ આપવું પડશે નહીં.
આ પોલીસીને 25 વર્ષ માટે લઈ શકાઈ છે. મહિનામાં લગભગ 3600 રૂપિયા જમા કરવાના રહેશે. જો કે આ પોલીસી ઓછા કે વધુ પ્રીમિયમ માટે પણ લઈ શકાઈ છે. જેથી તમે પણ તમારી દીકરી માટે આ કન્યાદાન પોલિસી લઈ શકો છો. આ પોલીસી લેવા માટે તમારી ઉંમર ઓછામાં ઓછી 30 વર્ષની હોવી જોઈએ અને દીકરીની ઉંમર ઓછામાં ઓછી 1 વર્ષની હોવી જોઈએ.
Recent Comments