રાષ્ટ્રીય

તમારું બાળક વાતવાતમાં ગુસ્સે થઇ જાય છે? તો આ ટિપ્સ તમારા માટે છે બહુ કામની

અનેક બાળકો નાની-નાની વાતમાં ગુસ્સે થઇ જતા હોય છે. કોઇ પણ વાતમાં એમનો ગુસ્સો આર કે પાર જતો રહેતો હોય છે. આ કારણે એમનો સ્વભાવ ચિડીયો થઇ જાય છે. જો કે આજના સમયમાં પેરેન્ટ્સ નોકરીયાત હોવાને કારણે તેઓ બાળક પર જલદી ગુસ્સે થઇ જતા હોય છે. આમ, પેરેન્ટ્સનો આ ગુસ્સો બાળકને વધારે ચિડીયો બનાવી દે છે. આ કારણે તેઓ એકલતાપણું મહેસુસ કરતા હોય છે. આમ, જો તમારા બાળકો પણ વારંવાર ગુસ્સે થઇ જતા હોય તો આ ટિપ્સ તમારા માટે ખૂબ કામની છે. તો નજર કરી લો તમે પણ આ ટિપ્સ પર..

  • આજના આ સમયમાં મોટાભાગે બાળકો ફોનમાં જ વ્યસ્ત રહેતા હોય છે, જેના કારણે માતા-પિતા એમની પર વારંવાર ગુસ્સે થઇ જતા હોય છે. જો તમારી સાથે પણ આવું થાય છે તો તમે તમારા બાળકને ખુલ્લી જગ્યામાં ફરવા લઇ જાવો અને પછી વાત શેર કરો. આમ કરવાથી ગુસ્સામાં ફરક જોવા મળશે.
  • દરેક વખતે બાળકો પર ગુસ્સે થવું યોગ્ય નથી. આ માટે હંમેશા બાળકની વાત સાંભળો અને પછી બોલો. બની શકે કે ક્યારેક તમારું બાળક સાચું પણ હોય અને તમે ખોટા પણ સાબિત થાવો. જો તમે બાળકોની વાત સાંભળશો તો આપોઆપ એમનો ગુસ્સો ઓછો થઇ જશે.
  • બાળકોને એમનું ગમતું ખાવાનું આપો. ઘણાં પેરેન્ટસને રસોઇ બનાવવાનું કંટાળો આવતા તેઓ બાળકને એમની ચોઇસની ખાવાનું આપી શકતા નથી, જેના કારણે તેઓ ભુખ્યા રહે છે. સંશોધન કહે છે કે ભુખ્યા રહેવાથી ગુસ્સો વધારે આવે.
  • પેરેન્ટ્સે હંમેશા બાળકને પ્રેમથી સમજાવવાથી કોશિશ કરવી જોઇએ. જો તમે વાતવાતમાં ગુસ્સો કરશો તો તમારા બાળકનો સ્વભાવ બગડી જશે અને વાતવાતમાં ગુસ્સે થઇ જશે.

Related Posts