રાષ્ટ્રીય

તમિલનાડુના ચેન્નાઈ સહિત રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદે વિનાશ વેર્યોરસ્તાઓ પર જ્યા જાેઇએ ત્યા બધે પાણી જ પાણી, અનેક જગ્યાએ ટ્રાફિક જામની સમસ્યા

તમિલનાડુની રાજધાની ચેન્નઈ સહિત રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદે વિનાશ વેર્યો છે. સતત વરસાદના કારણે જનજીવન મુશ્કેલ બન્યું છે. સામાન્ય જનજીવન સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે. બધે પાણી જ પાણી દેખાય છે. રસ્તાઓમાં ઘૂંટણિયે પાણી ભરાઈ ગયા છે જેના કારણે લોકોને અવરજવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અનેક જગ્યાએ ટ્રાફિક જામની સમસ્યા પણ છે. ભારે વરસાદ અને પાણી ભરાવાને કારણે ટ્રેનોને પણ અસર થઈ રહી છે. રેલવેએ ઘણી ટ્રેનોને અસ્થાયી રૂપે સ્થગિત કરી દીધી છે. માત્ર વિશેષ ટ્રેનો જ ચલાવવામાં આવશે.

બીજી તરફ, રાજ્ય સરકારે પ્રશાસનને તમામ જરૂરિયાતમંદ લોકોને જરૂરી વસ્તુઓ આપવાનો આદેશ આપ્યો છે. તે જ સમયે, વરસાદને કારણે ફ્લાઇટ્‌સ પર પણ અસર પડી રહી છે, ઘણી ફ્લાઇટ્‌સ રદ કરવામાં આવી છે અને ઘણી ફ્લાઇટ્‌સનો રૂટ બદલવામાં આવ્યો છે. ચક્રવાત ‘મિચોંગ’ને લઈને વહીવટીતંત્ર સંપૂર્ણ રીતે એલર્ટ છે. દ્ગડ્ઢઇહ્લની ઘણી ટીમો તૈનાત કરવામાં આવી છે.. સોશિયલ મીડિયા પર આવી ઘણી તસવીરો સામે આવી છે જેમાં દ્ગડ્ઢઇહ્લની ટીમ લોકોની મદદ કરતી જાેવા મળે છે. એનડીઆરએફની ટીમોએ પીરકંકરણાઈ અને પેરુંગાલથુર નજીક તાંબરમ વિસ્તારમાં લગભગ ૧૫ લોકોને બચાવ્યા. ૈંસ્ડ્ઢ એ થોડા દિવસો પહેલા વરસાદને લઈને ચેતવણી જાહેર કરી હતી.

જે બાદ સરકારે ચેન્નાઈ, ચેંગલપટ્ટુ, રાનીપેટ અને કાંચીપુરમ જિલ્લાની શાળાઓ અને તિરુવલ્લુરની શાળાઓ અને કોલેજાેમાં દિવસની રજા જાહેર કરી છે. સરકારે લોકોને તેમના ઘરમાં રહેવાની અપીલ કરી છે. બીજી તરફ પીએમ મોદી પણ સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. પીએમ ચક્રવાત ‘મિચોંગ’ને લઈને દેશના પૂર્વીય દરિયાકાંઠાના રાજ્યોની સરકારોના સતત સંપર્કમાં છે. તેમણે તમિલનાડુ, પુડુચેરી, ઓડિશા અને આંધ્રપ્રદેશમાં ભાજપના તમામ કાર્યકરોને રાહત અને બચાવ કામગીરીમાં ભાગ લઈને સ્થાનિક વહીવટીતંત્રને મદદ કરવા વિનંતી કરી છે. પીએમ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી વાય. એસ. જગન મોહન રેડ્ડી સાથે વાત કરી હતી. આ દરમિયાન, મિચોંગ સાથે વ્યવહાર કરવા માટે સરકારની તૈયારીઓની સમીક્ષા કરી.

Follow Me:

Related Posts