તમિલનાડુના મુખ્યમંત્રીના પુત્ર દ્વારા સનાતન ધર્મ પર વિવાદાસ્પદ નિવેદનને લઈ હોબાળો ચાલુઉદયનિધિના નિવેદન પર મૌન જાળવવા ભાજપે વિરોધ પક્ષોને કહ્યું,”રાહુલ, નીતિશ અને તેજસ્વીનું મૌન ચોંકાવનારું છે”
તમિલનાડુના સીએમ એમકે સ્ટાલિનના પુત્ર ઉદયનિધિ દ્વારા સનાતન ધર્મ પર આપવામાં આવેલા વિવાદાસ્પદ નિવેદનને લઈને ભાજપે કોંગ્રેસ સહિત વિપક્ષી પાર્ટીઓ પર નિશાન સાધ્યું છે. ભાજપે કહ્યું કે સનાતન ધર્મ પર ઉદયનિધિ સ્ટાલિનના નિવેદન પર રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખડગે, નીતિશ કુમાર અને તેજસ્વી યાદવ જેવા વિરોધ પક્ષોના નેતાઓનું મૌન ચોંકાવનારું છે. રાહુલ ગાંધીએ આ મુદ્દે બોલવું જાેઈએ. તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિનના પુત્ર ઉદયનિધિ દ્વારા સનાતન ધર્મ પર આપવામાં આવેલા વિવાદાસ્પદ નિવેદનને લઈને આજે પણ હોબાળો ચાલુ છે.
ઉદયનિધિના નિવેદન પર મૌન જાળવવા બદલ ભાજપે કોંગ્રેસ સહિત વિપક્ષી પાર્ટીઓ પર ઉગ્ર નિશાન સાધ્યું હતું. ભાજપના નેતા રવિશંકર પ્રસાદે કહ્યું કે, સનાતન ધર્મ પર ઉદયનિધિ સ્ટાલિનના નિવેદન પર રાહુલ ગાંધી, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, નિતેશ કુમાર અને તેજસ્વી યાદવ જેવા નેતાઓનું મૌન ચોંકાવનારું છે. રવિશંકર પ્રસાદે રાહુલ ગાંધીને આ મુદ્દે બોલવા કહ્યું હતું. તેમણે કહ્યું- રાહુલ ગાંધીજી, કૃપા કરીને આ મુદ્દે બોલો. રવિશંકર પ્રસાદે કહ્યું કે ઉદયનિધિએ સનાતન ધર્મની તુલના ડેન્ગ્યુ અને મેલેરિયા સાથે કરી છે. તેમણે કહ્યું કે તે ડેન્ગ્યુ અને મેલેરિયા જેવું છે.
તેથી તેને નાબૂદ કરવી જાેઈએ. સવાલ એ છે કે રાહુલ ગાંધી આ મુદ્દે બે દિવસથી મૌન કેમ છે?.. બીજેપી નેતાએ કહ્યું કે સ્ટાલિનના નિવેદન પર રાહુલ ગાંધી અને નીતિશ કુમાર કેમ ચૂપ છે ? ચૂંટણી દરમિયાન રાહુલ ગાંધી માત્ર હિન્દુ બની જાય છે. વોટબેંકની રાજનીતિ માટે વિપક્ષનું ગઠબંધન ૈંદ્ગડ્ઢૈંછ આવું કરી રહ્યું છે. રવિશંકર પ્રસાદે કહ્યું કે વિપક્ષ હિંદુ વિરોધી છે. ભારતની સંસ્કૃતિ અને વારસો શાશ્વત છે. તેમણે રામસેતુને લઈને કોંગ્રેસ પર પણ નિશાન સાધ્યું અને કહ્યું કે સોનિયા ગાંધીએ રામને કાલ્પનિક ગણાવ્યા હતા.
Recent Comments