fbpx
રાષ્ટ્રીય

તમિલનાડુમાં આર્મસ્ટ્રોંગની હત્યાના આરોપીને પોલીસે એન્કાઉન્ટરમાં કર્યો ઠાર

બહુજન સમાજ પાર્ટી તમિલનાડુ એકમના વડા કે. આર્મસ્ટ્રોંગની હત્યાનો મુખ્ય આરોપી ચેન્નાઈમાં માધવરમ પાસે પોલીસ એન્કાઉન્ટરમાં માર્યો ગયો. પોલીસના જણાવ્યા અનુસાર આરોપીનું નામ કે. થિરુવેંગડમ હતુ. જે પોલીસ કસ્ટડીમાંથી ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો. આ દરમિયાન તેણે પોલીસકર્મીઓ પર પણ હુમલો કર્યો, ત્યારબાદ પોલીસે તેના પર ગોળીબાર કર્યો. પોલીસે જણાવ્યું કે આરોપીને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો.


તામિલનાડુ પોલીસે આરોપી તિરુવેંગડમને તપાસ માટે ઉત્તર ચેન્નાઈના એક સ્થળે લઈ જવાયા હતા. આ દરમિયાન આરોપી તિરુવેંગડમ પોલીસથી બચવાનો પ્રયાસ કર્યો હતો. આરોપીએ પોલીસકર્મી પર હુમલો કર્યો ત્યાર બાદ પોલીસ અધિકારીએ તેના પર ગોળીબાર કર્યો. એવું કહેવામાં આવી રહ્યું છે કે જે હથિયારોથી બસપા નેતાની હત્યા કરવામાં આવી હતી તેને છુપાવીને રાખવામાં આવ્યા હતા. આરોપીઓના આ હથિયારો શોધવા માટે તિરુવેંગદમને ત્યાં લઈ જવામાં આવી રહ્યો હતો, જેથી હત્યામાં વપરાયેલા હથિયારો મળી શકે અને કોર્ટમાં પુરાવા તરીકે રજૂ કરી શકાય.

૩૦ વર્ષીય કે. બસપા નેતા આર્મસ્ટ્રોંગની ર્નિદયતાથી હત્યા કરવા બદલ ધરપકડ કરાયેલા ૧૧ લોકોમાં તિરુવેંગડમનો સમાવેશ થાય છે. થોડા દિવસ પહેલા કોર્ટે તમામ ધરપકડ કરાયેલા આરોપીઓને પાંચ દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી દીધા હતા. કહેવામાં આવી રહ્યું છે કે કે. તિરુવેંગડમ એક કુખ્યાત ગુનેગાર હતો. બીએસપી નેતા કે આર્મસ્ટ્રોંગની, ગત ૫ જુલાઈના રોજ ચેન્નાઈના પેરામ્બુર વિસ્તારમાં તેમના નિવાસસ્થાન નજીક છ અજાણ્યા લોકોએ હત્યા કરી હતી. આ દરમિયાન બાઇક પર સવાર લોકોના એક જૂથે રસ્તા પર આર્મસ્ટ્રોંગ પર ચાકુ વડે હુમલો કર્યો, જેના કારણે તે ગંભીર રીતે ઘાયલ થયો. જે બાદ તેને શહેરની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તબીબો તેને શહેરની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા.

Follow Me:

Related Posts