તમિલનાડુમાં ચેન્નઈ સહિત અનેક જિલ્લાઓમાં વરસાદથી ભારે હાલાકીહવામાન વિભાગ દ્વારા રાજ્યના ઘણા ભાગોમાં વીજળી, તોફાન અને ભારે વરસાદની સંભાવના
તમિલનાડુની રાજધાની ચેન્નઈ સહિત રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. હવામાન વિભાગ (ૈંસ્ડ્ઢ) ની આગાહી મુજબ, રાજ્યના ઘણા ભાગોમાં વીજળી, તોફાન અને ભારે વરસાદની સંભાવના છે. ૈંસ્ડ્ઢની ચેતવણી બાદ સરકાર એલર્ટ થઈ ગઈ છે. સરકારે ચેન્નાઈ, ચેંગલપટ્ટુ, રાનીપેટ અને કાંચીપુરમ જિલ્લાની શાળાઓમાં અને તિરુવલ્લુરની શાળાઓ અને કોલેજાેમાં દિવસ માટે રજા જાહેર કરી છે.. બુધવાર ૨૯ નવેમ્બરે તમિલનાડુના ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદ થયો હતો.
જેના કારણે અનેક જગ્યાએ પાણી ભરાયા હતા. સોશિયલ મીડિયા પર આવી ઘણી તસવીરો સામે આવી છે, જેમાં જાેઈ શકાય છે કે રસ્તાઓ ઘૂંટણિયે પાણીથી ભરાઈ ગયા છે. લોકોને અવરજવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સતત વરસાદને કારણે અનેક જગ્યાએ ટ્રાફિક જામ થયો હતો. ટ્રેનો કલાકો મોડી દોડી રહી છે. આવી સ્થિતિમાં ચેન્નઈ કોર્પોરેશને જરૂરિયાતમંદ લોકો માટે હેલ્પલાઈન નંબર જારી કર્યા છે.. હવામાન વિભાગે ૨ અને ૩ ડિસેમ્બરે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. આ સમયગાળા દરમિયાન રાજ્યમાં ભારે વરસાદની સંભાવના છે. ૈંસ્ડ્ઢ અનુસાર, એક ચિહ્નિત નીચા દબાણનો વિસ્તાર દક્ષિણ-પૂર્વ બંગાળની ખાડી અને તેને અડીને આવેલા દક્ષિણ આંદામાન સમુદ્ર પર આવેલો છે, જે પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધીને આજે બંગાળની ખાડી પર ડિપ્રેશનમાં ફેરવાય તેવી શક્યતા છે. ૈંસ્ડ્ઢ દ્વારા જારી કરવામાં આવેલા બુલેટિન મુજબ, આ દબાણ ૨ ડિસેમ્બરે ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ શકે છે..
રાજ્ય સરકાર વરસાદને લઈને સંપૂર્ણ એલર્ટ મોડ પર છે. ચક્રવાતની ચેતવણીને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્રે ચેન્નાઈ, ચેંગલપેટ અને વિલ્લુપુરમ જિલ્લામાં દ્ગડ્ઢઇહ્લની પાંચ ટીમો તૈનાત કરી છે. મુખ્યમંત્રી એમકે સ્ટાલિને અધિકારીઓ, મંત્રીઓ, ધારાસભ્યો અને સ્થાનિક સંસ્થાઓના પ્રતિનિધિઓને વરસાદથી પ્રભાવિત વિસ્તારોમાં લોકોને તમામ જરૂરી સહાય પૂરી પાડવા સૂચનાઓ જારી કરી છે.. દક્ષિણના ઘણા રાજ્યોમાં પણ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.આ સાથે ૈંસ્ડ્ઢએ ૪ ડિસેમ્બર સુધી આગામી પાંચ દિવસમાં દક્ષિણના અન્ય રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો જેવા કે આંધ્ર પ્રદેશ, કેરળ, પુડુચેરી અને કરાઈકલમાં પણ વરસાદ અને તોફાનની આગાહી કરી છે. આ સાથે આ સ્થળોએ વરસાદની તૈયારીઓ કરવામાં આવી રહી છે.
Recent Comments