તમિલનાડુમાં ભારે વરસાદે તોડ્યો ૧૫૨ વર્ષનો રેકોર્ડ
તમિલનાડુમાં વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. અનેક વિસ્તારો ડૂબી ગયા છે. ખાસ કરીને દક્ષિણ તમિલનાડુમાં સ્થિતિ વધુ વણસી છે. થૂથુકુડી જિલ્લાના કાયલપટ્ટિનમમાં ૧૭ થી ૧૮ ડિસેમ્બર વચ્ચે ૨૪ કલાકમાં ૯૩૨ મીમી વરસાદ નોંધાયો હતો. એક વર્ષમાં સરેરાશ ૭૦૦ મીમી વરસાદ પડે છે, કલ્પના કરો કે એક વર્ષમાં જેટલો વરસાદ પડે છે તે માત્ર ૨૪ કલાકમાં થયો હતો. ૧૫૨ વર્ષનો રેકોર્ડ તૂટી ગયો છે.
રાજ્યમાં દરેક જગ્યાએ હજારો લોકો ફસાયેલા છે. સેનાએ ચાર્જ સંભાળી લીધો છે. દરમિયાન, રાજ્યના મુખ્ય પ્રધાન એમકે સ્ટાલિને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા અને રૂ. ૨૦૦૦ કરોડ જાહેર કરવાની વિનંતી કરી હતી. સ્ટાલિનનું કહેવું છે કે આ સહાય દ્વારા પૂરથી પ્રભાવિત લોકોને વચગાળાની રાહત મળશે. આ સાથે, તેનકાસી, કન્યાકુમારી, થૂથુકુડી અને તિરુનેલવેલી જિલ્લામાં અસ્થાયી પુનર્વસન કાર્યમાં પણ મદદ પૂરી પાડવામાં આવશે..
તે જ સમયે, તમિલનાડુના મુખ્ય પ્રધાન સ્ટાલિને ૧૭ અને ૧૮ ડિસેમ્બરે રાજ્યના ચાર દક્ષિણ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં નિષ્ફળ રહેવા માટે દેશના હવામાન વિભાગ (ૈંસ્ડ્ઢ)ને જવાબદાર ઠેરવ્યું છે. તેમનું કહેવું છે કે વરસાદ શરૂ થયા બાદ વરસાદ માટે ‘રેડ’ એલર્ટ જારી કરવામાં આવ્યું હતું. ચેન્નાઈમાં પ્રાદેશિક હવામાન કેન્દ્ર (ઇસ્ઝ્ર) એ ૧૭ ડિસેમ્બરે અતિશય વરસાદની સંભાવના વિશે માહિતી આપી હતી. હવામાન વિભાગની આગાહી કરતા અનેક ગણો વધુ વરસાદ પડ્યો હતો. આ અભૂતપૂર્વ હતું.
તમિલનાડુના તિરુનેલવેલી, તેનકાસી અને કન્યાકુમારીમાં ૬૭૦ થી ૯૩૨ મીમી સુધીનો રેકોર્ડ વરસાદ નોંધવામાં આવ્યો છે. અહીં લાખો લોકો અસરગ્રસ્ત છે. ભારતીય સેના અને નૌકાદળની સાથે દ્ગડ્ઢઇહ્લ અને જીડ્ઢઇહ્લની ટીમો બચાવ અભિયાન ચલાવી રહી છે. સ્થિતિ એવી છે કે કેટલીક જગ્યાએ ૧૮૭૧ પછી સૌથી વધુ વરસાદ નોંધાયો છે. તિરુનેલવેલી અને થૂથુકુડી જિલ્લામાં રહેતા લગભગ ૪૦ લાખ લોકો પૂરથી પ્રભાવિત થયા છે. રાજ્યના મુખ્ય સચિવના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં ૧૦,૦૮૨ લોકોને બચાવી લેવામાં આવ્યા છે.
Recent Comments