fbpx
રાષ્ટ્રીય

તમિલનાડુમાં વરસાદથી રસ્તાઓ ભરાયા, દિલ્હીમાં વાદળછાયા વાતાવરણ

હાલમાં સમગ્ર ભારતમાં હળવો શિયાળો દસ્તક આપી રહ્યો છે, જ્યારે દક્ષિણ ભારતના મોટાભાગના દરિયાકાંઠાના વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ પડી રહ્યો છે. જાે છેલ્લા ૨૪ કલાકની વાત કરીએ તો કેરળમાં કેટલીક જગ્યાએ હળવો વરસાદ અને કેટલાક સ્થળોએ મધ્યમ વરસાદ જાેવા મળી રહ્યો છે. હવામાનમાં આવેલો આ ફેરફાર આગામી એક-બે દિવસ સુધી રહેવાની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર કેરળમાં ૨૭ ઓક્ટોબર સુધી ઘણા વિસ્તારોમાં મધ્યમ વરસાદની શક્યતા છે.રવિવારે દક્ષિણ ભારતના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ ભારે વરસાદ જાેવા મળી શકે છે.

તમિલનાડુ અને કેરળના મોટાભાગના વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. હાલમાં ઉત્તર અને મધ્ય ભારતમાં ધુમ્મસની સંભાવના છે. જાે કે કેટલાક સ્થળોએ હળવો વરસાદ અને ઝરમર ઝરમર જાેવા મળી શકે છે. આ સિવાય નોર્થ ઈસ્ટની વાત કરીએ તો ત્યાં કેટલીક સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે જેના કારણે નોર્થ ઈસ્ટના ઘણા વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ જાેવા મળી શકે છે.રાજસ્થાનની સરહદે આવેલા વિસ્તારોમાં પણ વરસાદનું યલો એલર્ટ.હવામાન વિભાગે જારી કર્યું છે.

. જેમાં બીકાનેર, બાડમેર, જેસલમેર અને શ્રીગંગાનગરમાં હળવોથી મધ્યમ વરસાદ જાેવા મળી શકે છે. જાે કે, પંજાબ અને પશ્ચિમી હિમાલય વિસ્તારમાં કેટલાક સ્થળોએ હળવો વરસાદ પણ જાેવા મળી શકે છે. જાેકે, હાલમાં ઉત્તર પ્રદેશમાં હવામાન ચોખ્ખું રહેવાની ધારણા છે.. દિલ્હીની વાત કરીએ તો રવિવારે દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં હળવા વાદળો છવવાની સંભાવના છે, વાદળોની સાથે-સાથે કેટલીક જગ્યાએ વરસાદ પણ જાેવા મળી શકે છે. રાષ્ટ્રીય રાજધાનીમાં આગામી એક-બે દિવસ સુધી હળવા વાદળો છવાયેલા રહેશે. તે જ સમયે, દિલ્હીમાં ઘટતા લઘુત્તમ તાપમાનમાં ૧ થી ૨ ડિગ્રીનો વધારો જાેવા મળી શકે છે. હવામાન વિભાગે આગાહી જારી કરી છે જે મુજબ તાપમાન મહત્તમ ૩૩ ડિગ્રીથી લઈને લઘુત્તમ ૧૮ ડિગ્રી સુધી રહેવાની સંભાવના છે.

Follow Me:

Related Posts