તમિલનાડુમાં હજુ પણ ભારે વરસાદની આગાહી
વરસાદના લીધે ચેન્નાઈના મોટાભાગના રસ્તા અને ગલીઓ પાણીથી ભરાઈ ગઈ હતી. તેના લીધે તે બંધ રહી હતી. ટ્રાફિક ડાઇવર્ઝન જારી હતુ અને રોડ યુઝર્સે ઘણી તકલીફોનો સામનો કરવો પડયો હતો. અદામ્બકમમાં તો ભારે વરસાદના લીધે પોલીસ સ્ટેશનમાં પાણી ભરાતા પોલીસ સ્ટેશન કામચલાઉ ધોરણે બીજે ખસેડવું પડયું હતું. સ્ટાલિને ૧૫ કોર્પોરેટ ઝોનમાં રાહત કાર્યની દેખરેખ રાખવા માટે ૧૫ આઇએએસ ગોઠવ્યા છે. ૨૦૦ સ્પેશયલ મોનસૂન મેડિકલ કેમ્પ યોજ્યા છે. કોર્પોરેશને જણાવ્યું હતું કે ૩,૭૭૬ લોકોને તબીબી સહાય મળી છે. તાવના કુલ ૧૫૨ કેસ છે, ૧૬૫ કેસ ત્વચાને લગતી તકલીફોના હતા, ૨,૬૦૦થી વધારે કેસોની સારવાર કરવામાં આવી છે.તમિલનાડુમાં ચેન્નાઈ અને અન્ય વિસ્તારો સહિતના રાજ્યના ઉત્તરીય વિસ્તારોમાં વરસાદ જારી છે. આ વિસ્તારમાં જાનહાનિ ન થાય તે માટે સત્તાવાળાઓ વીજપુરવઠો બંધ કરી દીધો છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે બંગાળની ખાડીમાં અને નજીકના સાઉથ આંદામાન દરિયામાં સર્જાયેલા સાઇક્લોનિક સર્ક્યુલેશન દરિયાઈ સપાટીથી ૫.૮ કિ.મી. ઉપર સુધી લંબાયું છે. તે હજી પણ યથાવત્ છે. તેના પ્રભાવ હેઠળ દક્ષિણપશ્ચિમ બંગાળના ખાડીમાં અને પડોશના વિસ્તારોમાં આગામી ૨૪ કલાક વરસાદ પડી શકે છે. પશ્ચિમી ઉત્તર પવનો ડીપ્રેશનમાં પરિવર્તીત થઈને તે ૧૧મી નવેમ્બરે તમિલનાડુ પહોંચે તેવી સંભાવના છે. તેના લીધે રાજ્યના અનેક વિસ્તારોમાં તે દિવસે વહેલી સવારથી વ્યાપક વરસાદ પડી શકે છે. હાલમાં તોછેલ્લા ૨૪ કલાકમાં ચાર સીએમથી ૧૪ સીએમ વરસાદ નોંધાયો છે. જ્યારે અન્ય વિસ્તારો તિરુવનમલાઈ, કાંચીપુરમ, કુડલાપોર ખાતે ત્રણથી એક સીએમ વરસાદ નોંધાયો છે. મુખ્યપ્રધાન એમ કે સ્ટાલિને સળંગ બીજા દિવસે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી અને રોયાપુરમમાં અસરગ્રસ્તોને પૂર સહાય પૂરી પાડી હતી. રસ્તાઓ પરથી અને ગલીઓમાંથી પાણી દૂર કરવા ચેન્નાઈ કોર્પોરેશને ૨૩ હજારનો સ્ટાફ ખડે પગે રાખ્યો છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં ૨,૦૨,૩૫૦ લોકોને પોંગલનો અને રવાખીચડીના ફૂડ પેકેટ અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ ૩,૩૬,૦૦૦ ફૂડ પેકેટ વહેંચાઈ ચૂક્યા છે.
Recent Comments