તમિલનાડુ ની આગ દુર્ઘટનમાં માર્યા ગયેલા ને મોરારિબાપુ તરફથી સહાય
ગઈ કાલે તમિલનાડના વિરુધુ નગર માં આવેલી એક ફટાકડાની ફેક્ટરી માં આગ લાગતાં 17 જેટલા લોકો મૃત્યુ પામ્યા છે. ચેન્નાઈ ખાતે રહેતા રામકથાના શ્રોતાઓ દ્વારા સ્થળ પર પહોંચી ઘટના અંગે જાત માહિતિ મેળવી છે. આ દુઃખદ ઘટના માં માર્યા ગયેલા હતભાગી લોકોના પરિવાર જનોને શ્રી હનમાનજીની સાંત્વના રૂપે પ્રત્યેકને રૂપિયા 5000 ની તત્કાલ સહાય મોરારિબાપુ તરફથી મોકલવામાં આવી રહી છે. રામકથાના શ્રોતાઓ દ્વારા સ્થળ પર જઈ આ સહાયતા રાશિ વિતરિત કરવામાં આવશે. કુલ રકમ 85 હજાર થાય છે. આ અગાઉ સમગ્ર દેશમાં કે અન્યત્ર ક્યાંય પણ આવી દુર્ધટના ઘટે છે ત્યારે મોરારિબાપુ તરફથી સહાય મોકલવામાં આવે છે.તમામ મૃતક ના નિર્વાણ માટે પૂજ્ય મોરારી બાપુએ પ્રાર્થના કરી છે અને તેમનાં પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.પ્રેસ રિલીઝ ને પ્રગટ કરવા વિનંતી.
Recent Comments