fbpx
રાષ્ટ્રીય

તમિલનાડૂમાં હિન્દી બોલતાઓને મળી તાલિબાની સજા!..

તમિલનાડૂમાં બિહારના મજૂરો સાથે બર્બરતા થઈ રહી છે. મજૂરો સાથે અહીં મારપીટની કેટલીય ઘટનાઓ સામે આવી ચુકી છે, જેમાં કેટલાય લોકોના મોત થઈ ચુક્યા છે. હિન્દુ ભાષી મજૂરોને લગભગ તમામ જિલ્લામાંથી મજૂર દક્ષિણ ભારતના આ રાજ્યમાં કામ કરે છે સ્થાનિક લોકોના ડરથી બિહારના મજૂરો કામ કરવા માટે જઈ શકતા નથી.તેઓ હવે તમિલનાડૂ છોડીને ગામમાં પાછા ફરી રહ્યા છે. પણ ટ્રેનમાં ટિકિટ નહીં મળવાના કારણે રુમમાં કેદ થઈને બેઠા છે. ત્યાં રહેતા મજૂરો વીડિયો અને ફોટો મોકલી પોતાની વાત રજૂ કરી રહ્યા છે.

એક સમાચાર એજન્સી સમાચાર ૧૮ને ત્યાં રહેતા બિહારી મજૂરોને ફોન પર પોતાની આપવીતી સંભળાવી છે. ઓડિયો જાહેર કરીને બિહારી મજૂરોએ જણાવ્યું કે, અત્યાર સુધી કરવામાં આવેલા હુમલામાં બે લોકોના મોત થયા છે. જ્યારે ૫૦થી વધારે લોકો ઘાયલ થયા છે. તો વળી એક મીડિયા રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, તમિલનાડૂમાં હુમલામાં અત્યાર સુધીમાં ૧૨ મજૂરોના મોત થયા છે. જાે કે, સમાચાર એજન્સી તેની પુષ્ટિ નથી કરતું . બિહારના અલગ અલગ જિલ્લામાં મજૂર તમિલનાડૂમાં ફસાયેલા છે. મજૂરોના જણાવ્યા અનુસાર, સ્થાનિક લોકો હિન્દી ભાષી મજૂરોથી નારાજ છે, કેમ કે તેમને લાગે છે કે, તેઓ તેમની રોજગારી છીનવી રહ્યા છે. બિહારી મજૂર ઓછા વેતનમાં કામ કરે છે, અને તેના કારણે તેમને સતત ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે.

મજૂરોના જણાવ્યા અનુસાર, થોડા મહિના પહેલા તમિલનાડૂના સ્થાનિક મજૂરો અને બિહારના મજૂરોની વચ્ચે એક બેઠક થઈ હતી. તેમાં તેમને ચેતવણી આપી હતી કે, મજૂરી ૮૦૦ રૂપિયા પ્રતિ દિવસ નથી, ૧૨૦૦ રૂપિયાથી ૧૫૦૦ રૂપિયા પ્રતિ દિવસ લેવાની છે, જાે આવું નહીં કરો, તો ગંભીર પરિણામ ભોગવવા પડશે. બિહારના મજૂરોએ આ વાતમાં હા પાડી નહીં આ જ કારણ છે કે, છેલ્લા એક મહિનાથી સતત બિહારના મજૂરો પર હુમલા થઈ રહ્યા છે.

Follow Me:

Related Posts