રાષ્ટ્રીય

તમે ક્યારે ખાધા છે ‘આલુ કુલચા’? જાણો કેવી રીતે બનાવશો ઘરે

શું તમે ક્યારે આલુ કુલચા ખાધા છે? જો ના તો તમે પણ એક વાર ચોક્કસથી ટ્રાય કરો. આલુ કુલચા તમે એકલા પણ ખાઇ શકો છો. આલુ કુલચા ટેસ્ટમાં બહુ ટેસ્ટી લાગે છે. તો જાણી લો કેવી રીતે બનાવશો ઘરે….

સામગ્રી

900 ગ્રામ મેંદો

7 ટી.સ્પૂન દહીં

2 ટીસ્પૂન બેકિંગ પાઉડર

2 ટીસ્પૂન ખાંડ

2 ટીસ્પૂન જીરું

સ્વાદાનુંસાર મીઠું

સ્ટફિંગ માટે

700 ગ્રામ બટાકા

લીલા મરચા

આદુનો ટુકડો

આમચુર પાઉડર

લાલ મરચું પાઉડર

ધાણા પાઉડર

ગરમ મસાલો

કોથમીર

સ્વાદાનુંસાર મીઠું

બનાવવાની રીત

  • આલુ કુલચા બનાવવા માટે સૌ પ્રથમ એક મોટો બાઉલ લો અને એમાં મેંદાનો લોટ ચાળી લો.
  • ત્યારબાદ લોટમાં દહીં, બેકિંગ સોડા, મીઠું, ખાંડ અને જીરું નાંખો.
  • હવે આ બધી જ સામગ્રીને બરાબર રીતે મિક્સ કરી લો.
  • ત્યારબાદ નવસેકા પાણીથી રોટલી જેવી કણક બાંધો.
  • હવે લોટને વારંવાર હાથમાં લઇને નીચે પછાડો અને બરાબર મસળો. જેથી કરીને લોટ મુલાયમ થાય અને કુલ્ચા પણ સોફ્ટ થાય.
  • આમ, આ લોટને બધી બાજુ તેલ લગાવો અને ઊંડા વાસણમાં એક કપડાથી બાંધીને મુકી દો.
  • બને ત્યાં સુધી આ લોટને તડકામાં ત્રણથી ચાર કલાક માટે રાખો. જો તમે તડકામાં આ લોટને રાખશો તો કુલચા બહુ જ સોફ્ટ બનશે અને ફુલશે પણ ખરા.
  • તડકામાંથી આ લોટને લીધા પછી તમે જોશો તો એ લોટ ફુલીને ડબલ થઇ ગયો હશે.
  • હવે લોટને ફરીથી મસળો.
  • તો તૈયાર થઇ ગયો લોટ.
  • હવે લોટમાં ઉપર જણાવ્યા મુજબ સ્ટફિંગની બધી સામ્રગી એક બાઉલમાં લો.
  • સ્ટફિંગમાં મસાલો કરીને એના અને લોટના નાના-નાના લુઆ કરી લો.
  • હવે લુઆને હાથેથી દબાવો અને એમાં સ્ટફિંગ ભરો.
  • હવે એને વણી લો અને ઉપરથી અજમો હળવા હાથે લગાવો.
  • ત્યારબાદ આને તવી પર ઘીથી શેકી લો.
  • તો તૈયાર છે આલુ કુલચા

Related Posts