રાષ્ટ્રીય

તમે ક્યારે ‘ગ્રીન મસાલા છાશ’ પીધી છે? જો ‘ના’ તો બનાવો આ રીતે ઘરે

મોટાભાગના લોકોને જમ્યા પછી છાશ પીવાની આદત હોય છે. દરરોજ એક ગ્લાસ છાશ પીવાથી હેલ્થને અનેક ઘણાં ફાયદાઓ થાય છે. છાશ શરીરમાં તરત છિપાવવાનું પણ કામ કરે છે. આમ ઉનાળામાં તમે છાશ પીવો છો તો તમારી હેલ્થને અનેક ઘણો ફાયદો થાય છે. તો આજે અમે તમને જણાવીશું ગ્રીન મસાલા છાશ બનાવવાની રીત. સાદી છાશ કરતા ગ્રીન મસાલા છાશ પીવાની મજા કંઇક અલગ જ આવે છે. તો નોંધી લો તમે પણ ફટાફટ આ રીત…

સામગ્રી
છાશ 
અડધો કપ દહીં
2 ચમચા ફુદીનો 
શેકેલું જીરું 1 ચમચી
શેકેલા જીરાનો પાઉડર અડધી ચમચી
સંચળ
મરીનો ભૂકો 
બરફનો ભૂકો
સ્વાદાનુંસાર મીઠું

બનાવવાની રીત  

  • ગ્રીન મસાલા છાશ બનાવવા માટે સૌ પ્રથમ ફુદીનાનાં પાનને સાફ કરીને બરાબર ધોઇ લો. ધોતા સમયે ધ્યાન રાખજો કે એમાં માટી રહી ના જાય.
  • આ પછી મિક્સરમાં ફુદીનાના પાન, છાશ, દહીં, શેકેલું જીરું, મરી, સંચળ અને મીઠું નાંખો.
  • આ બધું જ નાંખીને હવે છાશને બરાબર ગ્રાઇન્ડ કરી લો, જેથી કરીને મસાલો એકસરખો બેસે.
  • હવે આ છાશને એક તપેલીમાં કાઢીને તેમાં એક ગ્લાસ પાણી સારી રીતે મિક્સ કરો.
  • તો તૈયાર છે તમારી ‘ગ્રીન મસાલા છાશ’
  • હવે આ છાશમાં જરૂર પૂરતો બરફનો ભૂકો અને શેકેલા જીરાનો પાઉડર ભભરાવી સર્વ કરો.
  • જો તમે આ ગ્રીન મસાલા છાશ ઉનાળામાં પીવો છો તો તમારા સ્વાસ્થ્યને અનેક ઘણો ફાયદો થાય છે.
  • ગ્રીન મસાલા છાશમાં ફુદીનો આવવાથી એ તમારી ઇમ્યુનિટી પણ વધારે છે અને સાથે તમારા ચહેરા પરના પિંપલ્સ પણ દૂર થાય છે.

ફુદીનો અને છાશ બન્ને તમારા શરીરને ઠંડક આપવાનું કામ કરે છે.

Related Posts