fbpx
રાષ્ટ્રીય

તમે ક્યારે પણ ઘરે બનાવ્યા છે ‘આલુ પનીર કબાબ’? જો ‘ના’ તો જલદી નોંધી લો આ રેસિપી..

ચટાકેદાર આલુ પનીર કબાબનું નામ સાંભળતા જ તમને ખાવાની ઇચ્છા થઇ ગઇ ને? આલુ પનીર કબાબ ટેસ્ટમાં બહુ જ મસ્ત લાગે છે. આ કબાબ ખાવાની પણ બહુ મજા આવે છે. આ કબાબ તમે ટોમેટો સુપ, ચીઝ કોર્ન ટોમેટો સુપ, મન્ચાઉ સુપ જેવા અનેક સુપ સાથે ખાઓ છો તો બહુ જ મસ્ત લાગે છે. તો જાણી લો તમે પણ ઘરે કેવી રીતે બનાવશો આલુ પનીર કબાબ

સામગ્રી

ચારથી પાંચ બાફેલા બટાકા

એક કપ પનીર

લીલા મરચાં

જીરું

લાલ મરચું

કોર્ન ફ્લોર

ગરમ મસાલો

ધાણાજીરું

મીઠું

તળવા માટે તેલ

બનાવવાની રીત

  • આલુ પનીર કબાબ બનાવવા માટે સૌ પ્રથમ કુકરમાં બટાકા બાફી લો.
  • હવે એક વાસણ લો અને એમાં બાફેલા બટાકા, જીરું, પનીર, લીલા મરચાં, લાલ મરચું, કોર્ન ફ્લોર, ગરમ મસાલો, ધાણાજીરું અને સ્વાદાનુંસાર મીઠું ઉમેરીને બરાબર મિક્સ કરી લો.
  • હવે બે હાથની હથેળી પર તેલ લગાવો અને આ મિશ્રણને હાથમાં લઇને લુઆ બનાવીને કબાબનો શેપ આપો.
  • આ પ્રોસેસ થઇ જાય પછી મીડિયમ આંચ પર તેલ ગરમ કરવા મુકો.
  • તેલ ગરમ થઇ જાય એટલે કબાબને તળી લો.
  • કબાબને તળતી વખતે ખાસ ધ્યાન એ રાખો કે એ આછા બ્રાઉન રંગના ધીમા તાપે તળવાના છે. જો તમે ફાસ્ટ ગેસે કબાબ તળશો તો દેખાવમાં કાળા લાગશે.
  • તો તૈયાર છે આલુ પનીર કબાબ.
  • આ કબાબ તમે લીલી ચટણી અથવા સોસ સાથે ખાઓ છો તો તમને મજ્જા પડી જશે.

તમારા ઘરમાં બાળકો છે તો એને પણ આ કબાબ ખવડાવો. એને પણ ચોક્કસથી ટેસ્ટ ભાવશે અને બીજી વાર તમારી પાસેથી લેશે પણ ખરા.

Follow Me:

Related Posts