અમરેલી

તરછોડાયેલા અને નિરાધાર શ્વાનો ની સેવા માટે યુવાનો એ બિસ્કીટ સેવા ની ધુણી ધખાવી


 શ્વાનો થી લોકો ને સમસ્યાઓ લાગતી હોય છે પણ  ધણા લોકો શ્વાન ને મારે છે તેમજ સોસાયટી માં નિરાધાર શ્વાનો રોટલી પણ નથી આપતા શ્વાનો ના અવાજ કરે તો તેને મારી ને સોસાયટી ની બહાર કાઢી મૂકે છે શ્વાન એ વફાદાર પ્રાણી છે અને નિરાધાર પ્રાણી પ્રત્યે જીવદયા રાખવી જોઈએ તેનું ખરા અર્થ માં સારી રીતે સેવાકીય પ્રવૃતિ થતી હોય તો શક્તિ ગ્રુપ ના યુવાનો દ્વારા અનોખી પહેલ કરવામાં આવી છે શ્વાન ના મિત્ર બની શ્વાન ને બિસ્કીટ આપવામાં આવે છે
દરરોજ રાત્રે અમરેલી શહેર ખાતે જુદી જુદી ૧૫ થી પણ વધારે સોસાયટીઓમાં અને  વિસ્તારોમાં શક્તિ ગ્રુપ દ્વારા છેલ્લા ધણા સમયથી ભુખ્યા શ્વાનની જઠરાગ્નિ ઠારવા નું સેવાયજ્ઞ શક્તિ ગ્રુપ ના યુવાનો દ્વારા દરરોજ રાત્રે શ્વાનો બિસ્કિટ આપવામાં આવે છે ધણા લોકો તરફથી સંસ્થા ને ખુબ સારા પ્રતિભાવ મળ્યા છે અને ધણા લોકો તેમના જન્મદિવસ નિમિત્તે તેમજ સ્વજનોની પુણ્યતિથિ નિમિત્તે શકિત ગ્રુપ ની આ સેવાકાર્ય માં યથાશક્તિ સહયોગ કરે છે
આ અખંડ સેવાકાર્ય માં ગૌતમ ભાઈ વાળા, અશોકભાઈ વાળા,હિતુરાજ સિંહ પરમાર, જીજ્ઞેશ દાફડા, જયરાજસિંહ રાઠોડ, મયુરભાઈ ખાનપરા, ચકાભાઈ વાળા, પૃથ્વીરાજ વાંક, વિજય ભાઈ ધંધુકિયા સહિત તમામ યુવાનો દ્વારા રાત્રિ દરમિયાન આ સેવાકાર્ય માં સહભાગી થાય છે

Related Posts