fbpx
અમરેલી

તરવડા ગામનો ચેકડેમનો પાળો તત્કાલ રીપેર કરવાની માંગ કરતા : તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનીષ ભંડેરી

અમરેલી ર૪

તાજેતર માં જ આવેલ તોૈકતે વાવાઝોડાએ સમગ્ર અમરેલી જીલ્લામાં વિનાશ કર્યો છે ત્યારે તેમાંથી અમરેલી તાલુકો પણ બાકાત નથી, વાવાઝોડા તથા વરસાદને લીધે શેત્રુજી નદીમાં ભારે પુર આવેલ હતુ, જેના લીધે તરવડા ગામનો 

જીવાદોરી સમાન ચેકડેમ એક બાજુથી પાળો તુટી ગયેલ છે,જેને લીધે સમગ્ર ચેકડેમનું પાણી નદીમાં વહી ગયું, પરીણામે ચેકડેમ ખાલીખમ થઈ ગયો હાલ ચોમાસાની સીઝન શરૂ હોય અને જો તત્કાલ ચેક ડેમ રીપેર કરવામાં નહી આવે તો ચોમાસાની સીઝન પુરી થઈ જશે,અને ચેકડેમ ખાલી રહેશે, પરીણામે તરવડા ગામના લોકોને તથા ગુરૂકુળ જેવી મોટી સંસ્થાના વિદ્યાર્થીઓને પીવાના પાણીનો વિકટ પ્રશ્ર આવનાર સમયમાં ઉદભવશે જેને ધ્યાનમાં લઈ આપશ્રી તત્કાલ તરવડા ગામનો ચેકડેમ રીપેર કરવા અમરેલી જળસિંચાઈના કાર્યપાલક ઈજનેરને રૂબરૂ મળીને અમરેલી તાલુકા કોંગ્રેસના પ્રમુખ મનીષ ભંડેરી,મહામંત્રી વિપુલ પોંકિયા,પ્રવીણભાઈ કમાણી,બી.કે. સોળીયાએ મળીને લેખિત રજુઆત કરી હતી.

Follow Me:

Related Posts