તરવડા થી બાબાપુર સુધીનો ડામર રોડ અત્યંત જર્જરીત હાલતમાં હોય અને ખડખડીયો થઈ ગયો હોય જેને લીધે વાહન ચાલકોને વાહન ચલાવવામાં ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય અને વાહન ચાલકોને વાહનોનું મેન્ટેનન્સ પણ વધુ આવતું હોય જેથી કરીને લોકોની સમસ્યાને ધ્યાનમાં લઇ અમરેલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનીષ ભંડેરીએ માર્ગ અને મકાન વિભાગ જિલ્લા પંચાયતના કાર્યપાલક ઇજનેરને ૨ મહિના પૂર્વે પત્ર પાઠવી રૂબરૂ રજૂઆત કરેલી હતી ત્યારે કાર્યપાલક ઇજનેરે એક અઠવાડિયાના સમય ગાળામાં આ રોડને રીપેરીંગ કરી આપવામાં આવશે તેવું કહ્યું હતું,પરંતુ એક અઠવાડિયાના બદલે ૧૫ દિવસ જેવો સમયગાળો વીતી ગયો હોવા છતાં પણ આ રોડને રીપેરીંગ કરવામાં ન આવ્યો, જેથી કરીને તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનીષ ભંડેરીએ કાર્યપાલક ઇજનેર પાસે આ રોડ રીપેરીંગ કરવાની ફરી એકવાર માંગણી કરી હતી,
ત્યારે કાર્યપાલક ઇજનેરે એવું કહ્યું હતું કોન્ટ્રાક્ટરને કામ આપી દેવામાં આવ્યું છે જેથી કરીને એક અઠવાડિયાના સમયગાળામાં આ રોડની મરામત થઈ જશે, પરંતુ એક અઠવાડિયાના બદલે ફરી ૧૫ દિવસનો સમય જતો રહ્યો હોવા છતાં પણ આ રોડનું મરામતનું કામ થયું નહીં, જેથી કરીને તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનીષ ભંડેરીએ કાર્યપાલક ઇજનેરને રૂબરૂ મળીને વાસ્તવિક પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો, જેમાં કાર્યપાલક ઇજનેરે જણાવ્યું હતું કે જે કોન્ટ્રાક્ટરને કામ સોંપવામાં આવ્યું છે તે કામ કરવામાં ગલ્લા તલ્લા કરી રહ્યો છે જેથી કરીને આ રોડ રીપેરીંગ કરવાનું કામ મોડું થઈ રહ્યું છે, જેના અનુસંધાને તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનીષ ભંડેરીએ કાર્યપાલક ઇજનેરને બીજા કોન્ટ્રાક્ટર પાસે આ રોડનું રીપેરીંગ કામ તાત્કાલિક ધોરણે કરાવવા માટે જણાવ્યું હતું, જેથી કરીને કાર્યપાલક ઇજનેરે બીજા કોન્ટ્રાક્ટર પાસે ૧૫ દિવસમાં કામ પૂર્ણ કરવાની ખાતરી આપેલ હતી, આમ તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનીષ ભંડેરીની ૨ મહિનાની સતત મહેનત અને કાર્યપાલક ઇજનેર પાસે કામની સતત ઉઘરાણી કરવાથી તરવડા થી બાબાપુર ડામર રોડનું રીપેરીંગ કાર્ય પૂર્ણ થયેલ હોવાથી તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનીષ ભંડેરીએ કાર્યપાલક ઇજનેરનો આભાર વ્યક્ત કર્યો છે.



















Recent Comments