ગુજરાત

તરસમીયા ગામાં એક પરિવાર ઉપર દાઝ રાખી કુહાડી-ધોકાથી હુમલો કરવામાં આવ્યો

ભાવનગરના છેવાડે આવેલા તરસમિયા ગામે ઘેટાં-બકરાં ઘર પાસેથી લઈને નીકળવાની ના પાડયાની દાઝ રાખી છ શખ્સે પરિવાર ઉપર કુહાડી-ધોકાથી હુમલો કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. ઘટના અંગે મળતી વિગત અનુસાર તરસમિયા ગામે હાઈસ્કૂલવાળા ખાંચામાં રહેતા જેન્તીભાઈ અમરશીભાઈ જાસોલિયા (ઉ.વ.૫૬)ના ઘર પાસેથી ભરત નામનો શખ્સ અવાર-નવાર ઘેટાં-બકરાં લઈને નીકળતો હોય, જે પશુઓ ઘર પાસે લીંડી કરતા આધેડનો એક વર્ષીય પુત્ર તે ખાઈ જતો હોય, જેના કારણે જેન્તીભાઈના પત્ની મનીષાબેનએ ગત તા.૧૬-૯ના રોજ શખ્સને ઠપકો આપ્યો હતો.

તે બાબતની દાઝ રાખી ભરત, ગોપાલ માતરભાઈ ઝાપડા, સાદુળ અને ત્રણ અજાણ્યા શખ્સ નામના શખ્સોએ ગઈકાલે બુધવારે બપોરના સમયે ગેરકાયદે મંડળી રસચી હથિયારો ધારણ કરી આવી બોલાચાલી કરી ‘તારા ઘર પાસે ઘેટાં-બકરાં ચાલવાનો રસ્તો ભલે નીકળતો ન હોય, તો પણ હું તારા ઘર પાસેથી જ ઘેટાં-બકરાં લઈને નીકળીશ, તારે થાય તેમ કરી લેજે’ તેમ કહીં જેન્તીભાઈ, તેમના પત્ની મનીષાબેન, જેન્તીભાઈના પિતા અમરશીભાઈ તેમજ પુત્ર કમલેશભાઈ, પુત્રવધૂ દીપિકાબેન અને ઉર્વિશાબેનને ધોકાના ઘા ઝીંકી દઈ જાનથી મારી નાંખવાનીછ ધમકી આપી હતી. જે મારામારીના બનાવમાં આધેડ, તેમના પિતા, પત્ની, પુત્ર અને એક પુત્રવધૂને વધુ ઈજા થતાં ૧૦૮ મારફતે સારવાર માટે ભાવનગરની સર ટી.હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા.

Related Posts