તલગાજરડાના ચિત્રકૂટધામ ખાતે કુંઢેલી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ સાથે મોરારીબાપુએ સંવાદ કર્યો
તળાજા તાલુકાના કુંઢેલી ગામની પ્રાથમિક શાળાના બાળકોએ તીર્થસ્થળ ચિત્રકૂટ ધામ તલગાજરડા ખાતે દર્શન સાથે પ્રસાદનો લાભ લીધો હતો.આ વેળાએ પૂ. મોરારીબાપુએ પ્રાથમિક શાળાના બાળકોને આવકારીને રામાયણ અંગે સંવાદ કર્યો હતો. બાપુના પ્રશ્નોના ઉત્તરો આપ્યા હતા. અને બાપૂએ દરેક બાળકોને સદભાવના ભેટ પ્રસાદી રૂપે આપી આશીર્વાદ આપ્યા હતા.કુંઢેલી પ્રાથમિક શાળાના યોજાયેલા એક દિવસના શૈક્ષણિક યાત્રા પ્રવાસ વેળાએ બાળકોએ ગોપનાથ ભવાની મંદિર,કૈલાશ ગુરુકુળ મહુવા, ચિત્રકૂટ ધામ તલગાજરડા,માંગલધામ ભગુડા,તેમજ બગદાણા ધામે યાત્રા પ્રવાસ કરીને દર્શનનો લાભ લીધો હતો.
Recent Comments