ભાવનગર

તલગાજરડાના ચિત્રકૂટધામ ખાતે વેદપાઠ  નો પ્રારંભ કરાવતાં મોરારીબાપુ

ચિત્રકૂટ ધામ, તલગાજરડા ખાતે  ભાદરવા સુદી એકમથી ભાદરવા સુદી પાંચમ એટલે કે ભાદરવી પડવાથી માંડીને ઋષિ પંચમી સુધી ચારે વેદનો પાઠ થાય છે. ઋગ્વેદ, સામવેદ, અથર્વવેદ અને યજુર્વેદ એમ ચારે વેદની ઋચાઓના શાસ્ત્રોક્ત પઠન માટે વેદપાઠી વિદ્વાન ભૂદેવોને આ દિવસો દરમિયાન અહીં સાદર નિમંત્રિત કરવામાં આવે છે. એક એક ભૂદેવ એક એક વેદનો પાઠ કરે અને પાંચમા ભૂદેવ વેદમાતા ગાયત્રીના પાઠ કરે છે. આ રીતે પાંચ બ્રાહ્મણ દેવતાઓ દ્વારા ભાદ્રપદ માસના પ્રારંભે પાંચ દિવસ માટે શ્રી હનુમાનજીની મહારાજ સમક્ષ વેદપાઠનો ઉપક્રમ અહીં યોજાતો આવ્યો છે. 

Related Posts