ચિત્રકૂટ ધામ તલગાજરડા ખાતે દેશના સુપ્રસિદ્ધ શાસ્ત્રીય સંગીતના ગાયિકા વિદુષી પદ્મા તળવલકર દ્વારા થયેલી અદભુત પ્રસ્તુતિ સૌએ માણી હતી.ત્રણ ઘરાના ની સુગંધને વિશિષ્ઠ અને બખૂબી રીતે રજૂ કરી ને સૌ શ્રોતાજનો ની પ્રસન્નતા મેળવી હતી.તેમની સાથે સંગતમાં તબલા પર તેજસ માડગાવકર અને સ્વર સંગત રસિકા ગરુડ તેમજ હાર્મોનિયમ પર અમિય બિચ્ચું રહ્યા હતા. નોંધનીય છે કે આજથી ત્રણ દાયકા પહેલાં આ જ મંચ પરથી હનુમાનજી મહારાજ સમક્ષ પદ્મા જી એ પોતાની ગાયકીની પ્રસ્તુતિ કરી હતી.આજે જૈફ વયે પણ સ્વર પ્રત્યેનો તેમનો લગાવ એ જ રહ્યો હતો.
તલગાજરડા ખાતે વિદુષી પદ્મા તળવલકરના સ્વરની સુગંધ

Recent Comments