fbpx
રાષ્ટ્રીય

તલાટીની પરીક્ષા માટે અધધ સંખ્યામાં ફોર્મ ભરાયા, 3437 જગ્યા માટે આટલી મોટી હરિફાઈ છે

તલાટીની પરીક્ષામાં માન્યામાં ન આવે એટલી મોટી સંખ્યામાં ઉમેદવારોના ફોર્મ આવી રહ્યા છે. 3437 જગ્યા માટે લાખો અરજીઓ આવી છે. આટલી મોટી હરિફાઈ આ સ્પર્ધાત્મક પરીક્ષામાં જીવ મળી છે. હજુ પણ બે દિવસમાં વધુ અરજીઓ આવશે.   અત્યાર સુધીમાં 22 લાખ અરજીઓ આવી છે. એક પોસ્ટ માટે 600થી વધુ ઉમેદવારો છે, મોટી હરિફાઈ સ્પર્ધાત્મક પરીક્ષાઓને લઈને જોવા મળી રહી છે. હજુ પણ સરકાર દ્વારા અન્ય બે દિવસ ફોર્મ ભરવા માટે આપવા માં આવ્યા છે. 24 કલાકમાં 4 લાખ ફોર્મ ભરાયા છે. જેથી 25 લાખથી વધુ ફોર્મ ભરાય તેવી શક્યતા છે.     તલાટીની પરીક્ષા માટેનું ફોર્મ ભરવાનું બાકી રહી ગયું હોય તેમના માટે ફોર્મ ભરવાની તારીખો લંબાવાઈ છે. તલાટી ની પરીક્ષા માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા અગાઉના દિવસોમાં શરૂ કરવામાં આવી હતી પરંતુ ફોર્મ ભરવાની પ્રક્રિયાને લઇને ક્યાંકને ક્યાંક ધાંધિયા જોવા મળતા હતા. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ દ્વારા ઓનલાઈન ફોર્મ સબમીટ કરાતા વિદ્યાર્થીઓ માટે ફોર્મ ભરવાની વેબસાઈટ જ અવારનવાર હેક થવાની ઘટનાઓ વારંવાર બનતી હતી.    જેના કારણે તલાટી કમ મંત્રી ની તારીખ ફોર્મ ભરવાની તારીખ લંબાવવામાં આવી છે. આ પહેલાં 15 ફેબ્રુઆરી સુધીમાં તલાટીની પરીક્ષા માટેના ફોર્મ ભરવાની અંતિમ તારીખ હતી પરંતુ આ તારીખ માં ફેરફાર કરી 17 ફેબ્રુઆરી સુધી ની તારીખ લંબાવવામાં આવી છે જ્યારે ફી ભરવા માટે 21 ફેબ્રુઆરી અંતિમ તારીખ છે.

Follow Me:

Related Posts