તલાટી કમ મંત્રીઓના પડતર પ્રશ્નોને લઈને મુખ્યમંત્રીને રજૂઆત કરતા ધારાસભ્ય પ્રતાપ દુધાત

પંચાયત વિભાગ હસ્તકના તલાટી કમ મંત્રીઓના પડતર પ્રશ્નોને લઈને સત્વરે હકારાત્મક નિકાલ લાવવા અને અચોક્કસ મુદત ની હડતાલ પૂર્ણ કરવા માટે માન. ભુપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રીશ્રી ને પત્ર પાઠવી ને ધારાસભ્ય પ્રતાપ દુધાતે રજૂઆત કરી. ગુજરાત રાજ્ય ના પંચાયત વિભાગ હસ્તકના તલાટી કમ મંત્રીઓ તેમના વિવિધ પ્રશ્નો ને લઈને તા. ૦૨/૦૮/૨૦૨૨ થી અચોક્કસ મુદત ની હડતાલ પર હોય, જેથી છેલ્લા એક સપ્તાહથી સમગ્ર ગુજરાત ના ગામોમાં ગ્રામ પંચાયત ના કામો, લોકોના કામો, અને લોકોના યોજનાકીય કામો બંધ થયેલ છે, લોકો તેમના કામો માટે મુશ્કેલીઓ અનુભવી રહ્યા છે.
જેથી ગ્રામ્ય જનોના કામો અટવાઈ રહ્યા છે જેના કારણે લોકો ને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.જેને ધ્યાને લઈને ધારાસભ્ય શ્રી પ્રતાપ દુધાત દ્વારા માન. મુખ્યમંત્રી શ્રી ગુજરાત સરકાર ને આ અંગેનો પત્ર પાઠવી ને રજૂઆત કરવામાં આવેલ છે કે પંચાયત હસ્તકના તલાટી કમ મંત્રીઓ છેલ્લા એક સ્પતાહ થી પોતાના હક્ક અને લાંબા સમયથી તેઓના પડતર પ્રશ્ન માટે લડત લડી રહ્યા છે,તેમાં તેઓની માંગણી સંતોષી ને તેમના પડતર પ્રશ્નોને સત્વરે નિકાલ કરવામાં આવે અને તેઓની અચોક્કસ મુદત ની હડતાલ નો સુખદ અંત લાવવા જણાવેલ છે.આમ ધારાસભ્ય શ્રી પ્રતાપ દુધાત દ્વારા લોકો અને કર્મચારીઓ ના હિત ને ધ્યાને લઈને મુખ્યમંત્રી શ્રી ને પત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવેલ છે.
Recent Comments