ભાવનગર

તળાજાના કૂંઢેલીગામે સવાસો કિલો લાપસીના પ્રસાદનું સામૂહિક આયોજન કરાયું

તળાજા તાલુકાના કુંઢેલી ગામ ખાતે ગામ સમસ્ત જનોનો દ્વારા સમૂહમાં માતાજીના લાપસીના પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું.છેલ્લા સવાસો વર્ષથી ચાલી આવતી આ ધાર્મિક પરંપરા મા ગ્રામજનો જોડાયા હતા.દર વર્ષની જેમ આ વર્ષે પણ સવા સો કિલોની લાપસી બનાવવા માં આવી હતી જેના થાળ ગામના વિવિધ દેવાલયોમાં ધરવામાં આવ્યા હતા . આ લાપસીનો પ્રસાદ ગામના દરેક ઘરે પરિવારોને પણ પહોંચાડવામાં આવ્યો હતો . આમ સમસ્ત તરફથી પ્રતિવર્ષ વર્ષાઋતુ માં યોજાતા આ સામૂહિક લાપસી પ્રસાદના આયોજનમાં ગામના યુવાનો ઉત્સાહભેર જોડાયા હતા.

Related Posts