તળાજાના રાળગોન ગામની ગણેશ નર્સિંગ કોલેજ ખાતે એન.એસ.એસ.કેમ્પનું આયોજન
તળાજા તાલુકાના ગામે આવેલ ગણેશ શૈક્ષણિક સંકુલ તથા ગણેશ નર્સિંગ કોલેજ ખાતે રાષ્ટ્રીય સેવા યોજના (એનએસએસ) દ્વારા સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કેમ દરમિયાન મંદિર, શાળા પંચાયત તેમજ બાવવાળા આશ્રમ વગેરેની મોક્ષધામ, રોડ રસ્તા વગેરેની સફાઈ, વ્યસન મુક્તી કાર્યક્રમ, શિક્ષણનું મહત્વ સ્વચ્છતા જાગૃતિ જેવી પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમમાં સંત શ્રી લહેરગીરીબાપુ તેમજ કુંઢડા ગામના લોકોનો પ્રયોગ મળ્યો હતો. આ કેમ્પમાં ગણેશ શૈક્ષણિક સંકુલના ભાઈઓ તેમજ નર્સિંગ કોલેજની બહેનો સહિતના સૌ ઉત્સવપૂર્વક જોડાયા હતા.
Recent Comments