ભાવનગર

તળાજાના શ્રમજીવી મજુરની દીકરી ઉર્વશીની ધોરણ 10 માં અનન્ય સિદ્ધિ 

તળાજા તાલુકા ની  કડિયા કામ કરતા શ્રમજીવી મજૂર ની દીકરી….. ઉર્વશી એ ધોરણ 10 ની પરીક્ષા માં મેળવી ભવ્ય સફળતા,બોર્ડ માં મેળવ્યા 99.80 PR…Upsc ની પરીક્ષા પાસ કરી ને ક્લાસ -1 અધિકારી બનવાં માંગુ છું – ઉર્વશીતળાજા તાલુકા ની શ્રી ગર્લ્સ હાઇસ્કૂલ તળાજા માં અભ્યાસ કરતી દીકરી રાઠોડ ઉર્વશી કે જેના પિતા  રાજુભાઈ કડિયા કામ નો વ્યવસાય કરે છે અને હાલ તળાજા  ગામમાં પોતાના આ નાના વ્યવસાય સાથે ઘર નું ગુજરાન ચલાવે છે.આ ઉર્વશી બેને ધોરણ 10 ની બોર્ડ ની પરીક્ષા માં 600 માંથી 578 ગુણ સાથે 99.80 PR મેળવ્યા છે ઉર્વશી એ વિશેષ જણાવતા કહ્યું છે કે તે upsc ની પરીક્ષા પાસ કરી ને ક્લાસ -1 અધિકારી  બનવાં માંગે છે.. તેમણે પોતાના પરિણામ માટે જણાવ્યું કે પોતે 6 થી 7 કલાક નું વાંચન કરતા અને શિક્ષકો ના માર્ગદર્શન ના કારણે તેમનો પરીક્ષા પ્રત્યે નો ઉત્સાહ વધ્યો હતો. તથા શાળા માં લેવાતી  ટેસ્ટ અને પેપર ના રાઉન્ડ પરીક્ષા માં ખુબ મદદ રૂપ બન્યા..અંતે તેમણે ઉચ્ચ પરિણામ માટે માતા પિતા અને શિક્ષકો ને શ્રેય અદા કર્યો હતો. આવી ભવ્ય સફળતા બદલ તળાજા કેળવણી મંડળ ના પ્રમુખ છે ચેતન સિંહ વાળા અને શાળા ના આચાર્ય શ્રી મનીષાબેન ડાંગરે ઉર્વશી ને હાર્દિક અભિનંદન પાઠવ્યા હતાં

Follow Me:

Related Posts