તળાજાના સરતાનપર રોડ પર આવેલ પંચશીલ સોસાયટીમા રહેતા બે મુસ્લીમ કાજી પરિવાર વચ્ચે અગાઉના કોઈ જુના ઝઘડાની દાઝ રાખી બંને જુથો વચ્ચે શસસ્ત્ર અથડામણ સર્જાઈ હતી. જેમા ચારેક ઈસમોને ઈજા થતા હોસ્પિટલ ખસેડાયા હતા. દરમીયાનમા ગંભીર રીતે ઈજા પામેલ રૂસ્તમ કુરેશી નામના સત્યાવીસ એક વર્ષની ઉંમરના યુવાનું મોત નિપજ્યુ હતું. મરનાર રૂસ્તમ કુરેશી ટ્રક ડ્રાઈવરનું કામ કરતો હતો. તેના કાકાનો દિકરો મહેબુબ વાવચોકમાં મટનની લારી ચલાવે છે. તેની સાથે આજે માથાકુટ થઈ હતી. અને મહેબુબે રૂસ્તમને છરીના ઘા ઝીકી દીધા હતા. આમ કાજી કુટુંબના કાકા-દાદાના ભાઈઓ વચ્ચે મારામારી થતા હત્યાનો બનાવ બનેલ છે. મહેબુબ બનાવ બાદ ફરાર હોવાનું પોલીસે જણાવેલ છે.
ઘટનાની જાણ થતા તળાજા પોલીસ મથકના પી.આઈ.સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. ફરીયાદની તજવીજ હાથ ધરવામાં આવી હતી.તળાજામાં કૌટુંબી સગાએ એક ટ્રક ડ્રાઈવરને મરણતોલ માર મારી મોત નિપજાવતા ભારે ચકચાર જાગી છે. આ બનાવમાં બે દિવસ પહેલા જ આ મુસ્લિમ કાજી પરિવારના વડિલોએ સમાધાનની બેઠક કરી હતી. તળાજાની પંચશીલ સોસાયટીમા રહેતા એક જ પરિવારના બે જુથો વચ્ચે કોઈ અગાઉના ઝઘડાના કારણે મારામારી સર્જાતા એક યુવાનું મોત નિપજ્યુ હતું. જ્યારે અન્ય બે લોકોને ઈજા થતા હોસ્પિટલ ખસેડાયા હતા.
Recent Comments