fbpx
ગુજરાત

તળાજા એસ.ટી ડેપો વર્કશોપમાં બે બસ સળગી ઉઠી

તળાજા એસટી ડેપો વર્કશોપમા તળાજા ડેપોની મીની બસમાં એકાએક આગ લાગીને ચોતરફ ફેલાઈને ભડભડ સળગવા લાગતા અને જાેતજાેતામાં આખી બસ આગની લપેટમાં આવી જતાવાહનની મશીનરી,તમામ સીટ સહિત આખી બસમાં આગ ફેલાઇ જતાં બાજુમાં ઊભેલી મહુવા ડેપોની એસટી બસ નંબર જીજે ૧૮ ઝેડ ૬૩૩૧ ને પણ લપેટમાં લઈ લેતા તેમાં પણ આગ ફેલાવા લાગી હતી. આ સમયે ડેપો વર્કશોપમાંથી તળાજા નગરપાલિકા ફાયર બ્રિગેડને ફોન કરી બોલાવતા ફાયર ફાઈટર સહિત સ્ટાફ દ્વારા એક કલાકની જહેમત બાદ આગને કાબુમાં લેતા આગ વધુ ફેલાતા રહી ગઈ હતી.

આ આગ દરમિયાન તળાજા ડેપોની બસ સંપૂર્ણ નુકસાનગ્રસ્ત થઈ ગઈ હતી મહુવા ડેપોની બસને પણ સારું એવું નુકશાન થયેલ છે. બનાવની જાણ થતાં લોકોના ટોળેટોળા આ અકસ્માતના સ્થળે ઉમટી પડ્યા હતા આગ લાગવાનું કારણ તાત્કાલિક જાણવા મળેલ નથી .તળાજા એસ.ટી ડેપો વર્કશોપમાં વર્કશોપમાં બે બસ એકાએક ભડભડ સળગવા લાગતા તળાજા એસ ટી બસ સ્ટોપના સ્ટાફમાં ભાગદોડ મચી ગઇ હતી, તળાજા ડેપોની મીની બસ સળગી જઇને ખાખ થઈ હતી.

Follow Me:

Related Posts