ભાવનગર

તળાજા ખાતે જિલ્લા કલેક્ટરશ્રી આર. કે. મહેતાની ઉપસ્થિતમાં ૭૮ મા સ્વાતંત્ર્યદિનની જિલ્લા કક્ષાનીઉજવણીનું રિહર્સલ

ભાવનગર જિલ્લામાં સ્વાતંત્ર્ય દિન અવસરે જિલ્લા કક્ષાની ઉજવણી તળાજાના આઇ. ટી .આઇ ખાતે થવાની છે. ત્યારે આજે જિલ્લા કલેક્ટરશ્રી આર. કે. મહેતાની ઉપસ્થિતિમાં સ્વાતંત્ર્ય દિનની ઉજવણીનું રિહર્સલ કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે ૧૫ ઓગસ્ટે તળાજા ખાતે રાજ્ય કક્ષાના મત્સ્યોદ્યોગ અને પશુપાલન મંત્રીશ્રી પરસોત્તમભાઈ સોલંકીની ઉપસ્થિતિમાં સ્વાતંત્ર્યદિનની ઉજવણી થશે. સ્વાતંત્ર્યદિનની ઉજવણી સુચારૂં રીતે યોજાય તે માટેની રિહર્સલ જિલ્લા કલેક્ટરશ્રી આર.કે.મહેતાની રાહબરી હેઠળ તળાજા આઇ. ટી. આઇ. ખાતે યોજવામાં આવી હતી. રિહર્સલમાં કલેક્ટરશ્રીએ મંત્રીશ્રીનું આગમન, ધ્વજવંદન, પોલીસ પ્લાટુન દ્વારા સલામી અને રાષ્ટ્રગાન, પરેડ નિરીક્ષણ, મંત્રીશ્રી દ્વારા ઉદબોધન સહિતનાં આયોજનોનું રિહર્સલ નિહાળી સમીક્ષા કરી હતી. રિહર્સલમાં ટ્રાફિક પોલીસ, પુરૂષ હથીયારી પોલીસ ટુકડી, મહિલા હથીયારી પોલીસ ટુકડી, હોમગાર્ડ હથિયારી પુરુષ, મહિલા હોમગાર્ડ,ઘોડેસવાર યુનિટ, પોલીસ બેન્ડ પ્લાટુન, એન.સી.સી. સિકસ બટાલિયન યુનિટ, સ્ટુડન્ટ પોલિસ કેડેટ્સ (એસ.પી.સી.) સહિત પ્લટૂનની ટુકડીઓપરેડમાં હાજર રહી હતી. આ પ્રસંગે પ્રોબેશનરી આઇ. એ. એસ.અધિકારી શ્રી આયુષી જૈન, પોલીસ અધિક્ષકશ્રી ડો. હર્ષદ પટેલ, તળાજા પ્રાંત અધિકારીશ્રી જે. આર. સોલંકી સહિતના જિલ્લાના વરિષ્ઠ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં

Related Posts