ભાવનગર

તળાજા ખાતે મિર્દા હાર્ટ એન્ડ સોઇલ ફાઉન્ડેશન દ્રારા વાર્ષિક ઉત્સવની થઇ ઉજવણી

ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના મણાર ગામે મિર્દા હાર્ટ એન્ડ સોઇલ ફાઉન્ડેશન જીસીએસઆર અને મણાર અને સોસીયાની પ્રાથમિક શાળાના સંયુક્ત ઉપક્રમે પ્રોજેક્ટ આશાએ અંતર્ગત વાર્ષિક ઉત્સવ અંતર્ગત રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. તળાજાના મણાર ગામે મિર્દા હાર્ટ એન્ડ સોઇલ ફાઉન્ડેશન જીસીએસઆર અને મણાર અને સોસીયાની પ્રાથમિક શાળાના વાર્ષિક ઉત્સવ અંતર્ગત રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રમત ઉત્સવ બાળકોને વિવિધ સ્પર્ધાત્મક સ્પર્ધા યોજાઈ હતી.

જેમાં રમતો રંગોળી, ચિત્ર સ્પર્ધા તથા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભાગ લેનાર વિજેતા વિદ્યાર્થીઓને ઇનામોથી સન્માનિત કરવામાં આવ્યા હતા. મણાર ગામના જ નિવૃત્ત શિક્ષક કાંતિભાઈ બારૈયા દ્વારા બનાવેલ લાઇબ્રેરીનું સાથે લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો, આ કાર્યક્રમમાં મૃદા ફાઉન્ડેશનના અરુણ નાગપાલ, લીલા ગ્રુપના સીઈઓ વિશાલ સિંગ તથા મણાર ગામના આગેવાનો દરેક સ્કૂલનો શિક્ષક સ્ટાફ તથા આચાર્યઓ એ હાજરી આપી હતી.

Related Posts