તળાજા તાલુકાના કુંઢેલી ગામે આયુર્વેદિક નિદાન કેમ્પ યોજાશે
કુંઢેલી ગામ ખાતે આગામી તારીખ 24 ને રવિવારના રોજ સવારે 10 કલાકથી આર્યુવેદિક નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયુર્વેદિક નિદાન કેમ્પમાં નિશુલ્ક નિદાન કરી અને 50% ના રાહત દરથી દવાઓ આપી સારવાર કરવામાં આવશે.આદિનાથ કેર સેન્ટર પાલીતાણાના આર્યુવેદ નિષ્ણાંત વેદ્ય મેહુલ દવે દ્વારા દર્દીઓને નિશુલ્ક તપાસ કરવામાં આવશે. જેમાં સાંધાના દુખાવા, કમરનો દુખાવો, સ્નાયુના દુખાવા, પગના દુખાવા, જૂની કબજિયાત, ગેસ, એસીડીટી, ડાયાબિટીસ, માઇગ્રેન, ચામડીના રોગો, ધાધર, ખરજવું, સ્ત્રીરોગ (PCOD), વજન વધારો -ઘટાડો સહિતના વિવિધ રોગનું મફત નિદાન કરી આપવામાં આવશે. કુંઢેલીના રામજી મંદિર પાસે ડો રાજદીપભાઈ દિલીપભાઈ ગોહિલના દવાખાને સારવાર – નિદાન કેમ્પના સ્થળે કુંઢેલી સહિત આજુબાજુના ગામ ના દર્દીઓએ અગાઉથી કેસ લખાવી દેવા જણાવવામાં આવ્યું છે.
Recent Comments