પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કુંઢેલી ને રાષ્ટ્રીય કક્ષા નો ક્વોલિટી એવોર્ડ SDM તળાજાના હસ્તે એનાયત કરવામાં આવ્યો હતો. કુંઢેલીના મેડિકલ ઓફિસર ર્ડો. નિકુંજ પાલીવાલ, હેલ્થ સુપરવાઈઝર સંજયભાઈ ગોટી અને તેની ટીમ ને આ સન્માન પ્રાપ્ત થયું હતું. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લોકોના આરોગ્યની સુખાકારી માટે સુંદર કામ થઈ રહ્યું છે. ઉત્કૃષ્ટ કામગીરીના બદલામાં આ સન્માન પ્રાપ્ત થતા સૌ એ આનંદની લાગણી વ્યક્ત કરી છે.
તળાજા તાલુકાના કુંઢેલી ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને રાષ્ટ્ર કક્ષાનો ક્વોલિટી એવોર્ડ એનાયત થયો

Recent Comments