તળાજા તાલુકાના કુંઢેલી ગામ ખાતે ગોટી પરિવાર દ્વારા માતૃપિતૃ વંદના નો કાર્યક્રમ યોજાયો હતો.
તળાજા તાલુકાના કુંઢેલી ગામ ખાતે ગોટી પરિવાર દ્વારા માતૃપિતૃ વંદના નો કાર્યક્રમ યોજાયો હતો. કુંઢેલીના અને હાલ સુરત સ્થિત વતન પ્રેમી ઓધાદાદા પટેલ પરિવાર દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં પૂ.ગંગાબા (માતા)અને ઓધાદાદા(પિતા)ને સૌ ગ્રામજનો,સ્નેહીજનો ની હાજરીમાં તેના સંતાનો વલ્લભભાઈ, છગનભાઈ અને ગોરધનભાઈ પરિવાર દ્વારા સન્માંન કરવાનો એક અનોખો અને પ્રેરણારૂપ માતૃપિતૃ વંદના નો સમારોહ આયોજિત કરવામાં આવ્યો હતો.આ વેળાએ કુંઢેલી ગામે ગોટી પરિવાર દ્વારા સમસ્ત ગામ નો ગામ ધૂમાડો બંધ રાખીને સમુહ ભોજન નું આયોજન પણ થયું હતું. મોટી સંખ્યામાં ઉપસ્થિત ગ્રામજનો મહેમાનો તેમજ સૌ ઉપસ્થિતિ વચ્ચે મહામંડલેશ્વર 1008 પૂ.રમજુબાપુ, પૂ.રામકૃષ્ણ શાસ્ત્રી, કથાકાર પૂજ્ય સંજય દાસ બાપુ એ પોતાના વક્તવ્યમાં વર્તમાન સમયમાં માતા-પિતા, વડીલોની સેવા નું મહત્વ સમજાવીને પરિવારમાં સંતાનોને સંસ્કારી બનાવવા નું મહત્વ સમજાવતાં ગોટી પરિવાર ની આજની માતા-પિતાની સેવાની આ ઉમદા ભાવના તેમજ આ અવસરને બિરદાવીને આશીર્વાદક વક્તવ્ય આપ્યું હતું.સૌને પ્રેરણા આપતા આજના સમારંભના આયોજક ઓધાદાદા પરિવાર દ્વારા કુંઢેલી ગામ ની અને સુરત સ્થિત 500 જેટલી બહેનો દીકરીઓ તેમજ વતનના ગામ કૂંઢેલી સ્થિત 700 ઉપરાંત બહેન દીકરીઓ ને આ વંદના પ્રસંગે ભાવ સાથે યાદ કરીને કુલ 1200 થી વધારે સ્ટીલના વાસણો ની ભેટ અર્પણ કરી હતી.અહીંના ગોકુળધામ પરિસર ખાતે સૌને પ્રેરણારૂપ કામ કરનાર આજના માતૃપિતૃ વંદના કરવાના આ ધન્ય કાર્યના આયોજક વલ્લભભાઈ, છગનભાઈ અને ગોરધન ભાઈ ને સન્માન પત્ર અને શાલથી કુંઢેલી સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા તથા માલધારી સમાજ દ્વારા પાઘડી અને શાલથી અભિવાદન કરવામાં આવ્યું હતું. તેમજ સમસ્ત કુંઢેલી ગામ તરફથી ધર્મેન્દ્રસિંહ રાણા અને ગજેન્દ્રસિંહ દ્વારા પણ પરિવારને સન્માનીત કરવામાં આવ્યો હતો.આ વંદના સમારોહ કાર્યક્રમની સફળતા માટે સૌ ગ્રામજનો સક્રિય સહયોગ મળ્યો હતો. કાર્યક્રમમાં ઘનશ્યામભાઈ માંગુકિયા, સીએમ લાખણકિયા દાંત્રડ, પ્રેમજીભાઈ બેલડીયા, મનજીભાઈ બેલડીયા,લખમણભાઇ કુકડીયા સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા અને સૌ સમાજને નવો રાહ ચિંધતા દીવાદાંડીરૂપ આ કાર્યક્રમ ને બિરદાવ્યો હતો.
Recent Comments