ભાવનગર

તળાજા તાલુકાના કુંઢેલી ગામે જોશી પરિવાર દ્વારા બટુક ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું.

અહીંના દિવંગત પૂ. નવીનદાદાની ત્રીજી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે કુંઢેલી ગામની પ્રાથમિક શાળા ખાતે બટુક ભોજન કરાવવામાં આવ્યું હતું. આજની તિથિ આસો સુદ બારસના રોજ આશરે 250 બાળકો આ બટુક ભોજનમાં સામેલ થયા હતા. જોશી પરિવારના ઉત્તમભાઈ જોશી, સંજયભાઈ જોશી, કાર્તિકભાઈ જોશી વગેરે હાજર રહ્યા હતા.

Related Posts