તળાજા તાલુકાના કુંઢેલી ગામે શાળાના ચાર ઓરડાના ભૂમિપૂજનનો કયક્રમ ધારાસભ્યના હસ્તે યોજાઈ ગયો.
તળાજા – પાલીતાણા માર્ગ પર આવેલા કુંઢેલી ગામ ખાતે 4 નવા ઓરડાઓ મંજૂર થતા તેનું ભૂમિપૂજન તળાજાના ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણ અને અગ્રણીઓના હસ્તે સંપન્ન થયું હતું. આશરે અડધા કરોડના ખર્ચે નિર્માણ થનાર આ બે માળના બિલ્ડિંગમાં ચાર રૂમ મંજૂર થઈ આવતા ગામજનોમાં આનંદની લાગણી પ્રસરી છે. શાળા ખાતે આ ભૂમિ પૂજન વિધિમાં ભાવનગર જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન રાજનભાઈ ભટ્ટ, દંડક મંગાભાઈ બાબરીયા, તળાજા તાલુકા પંચાયતના પ્રમુખ રાણાભાઇ સોલંકી માર્કેટિંગ યાર્ડના ચેરમેન ભીમજીભાઇ પંડ્યા, અગ્રણી લાલુભા રાણા, હનુભાઈ પરમાર, રમણાભાઈ, પાતાભાઇ દોરાળા, ટાઢાવડ ના માનભાઈ વગેરે જોડાયા હતાં. આ ભૂમિપૂજન વેળાએ આચાર્ય નીતિનભાઈ જોશી, તલાટી મંત્રી વિજયસિંહ રાઠોડ,TRP અલ્પેશ પીઠડીયા, હિન્દુસ્તાન કન્સ્ટ્રકશનના રવિભાઈ, ઠાકર દુવારાના છગન ભગત તેમજ ગામજનો, શિક્ષકો, બાળકો હાજર રહ્યા હતા. કાર્યક્રમનું સંકલન – સંચાલન જીતુભાઈ જોશીએ સંભાળ્યું હતું.
Recent Comments