તળાજા તાલુકાના કુંઢેલી પંથકમાં સવારના ભાગે દોઢ કલાકમાં ધોધમાર અઢી ઇંચ વરસાદ વરસી ગયો હતો. ભારે વરસાદથી ચેકડેમ, નદીનાળા છલોછલ થયા હતા. લોકોએ આ વરસની સિઝનનો સારામાં સારો વરસાદ ગણાવ્યો હતો . ખેતીવાડી માટે ખૂબ આશીર્વાદરૂપ ગણી શકાય એવી મેઘ મહેરથી સૌએ પ્રસન્નતાનો અનુભવ કર્યો હતો. લોકો ગામના પાદર માં આવે પાણીના પુર નિહાળવા નીકળી પડ્યા હતા.



















Recent Comments