તળાજા તાલુકાના કોદીયા ગામમાં રહેતા કરણભાઈ ભાદરકા આયુષ્યમાન કાર્ડના લાભાર્થી છે. તેમના પત્નીની કિડની ની તકલીફ થતાં જીવનમાં ખૂબ મુશ્કેલીઓ આવી હતી. જો કે આયુષ્માન કાર્ડ તેમના જીવનમાં આશિર્વાદ બનીને આવ્યું અને હવે તેમને એક પણ રુપિયાનો ખર્ચ સહન કર્યા વગર નિઃશુલ્ક સારવાર મળી રહી છે. જેથી કરણભાઈ અને તેમનો પરિવાર ખૂબ જ ખુશ છે. કરણભાઇ કહે છે કે તેમના જેવા અનેક જરૂરિયાતમંદ લોકોને આયુષ્માન કાર્ડ દ્વારા સહાય મળી સરકારશ્રી દ્વારા મદદ મળી રહી છે અને જીવન સરળ બની રહ્યું છે.
તળાજા તાલુકાના કોદીયા ગામના કરણભાઈ ભાદરકાને મળ્યો આયુષ્માન કાર્ડનો લાભ,પત્નીના કિડનીના રોગની નિ:શુલ્ક સારવાર

Recent Comments