તળાજા તાલુકાના ઠળિયા ગામે આવેલી કેન્દ્રવતી શાળામાં “માડી” તરીકે પ્રખ્યાત એવા હબીબભાઈ હાલાણીના સહયોગથી શાળાના બાળકોને શૈક્ષણિક કીટ વિતરણ કરવામાં આવી હતી તેમજ શાળાના બાળકોને બટુક ભોજન કરવામાં આવ્યું હતું, જેમાં દાતા હાલાણી એજ્યુકેશન વેલ્ફેર ચેરીટેબલ ટ્રસ્ટ આણંદના વડા શ્રી હબીબભાઈ હાલાણી(માડી) મુખ્ય મહેમાન તરીકે તેમજ ઠળિયા જિલ્લા પંચાયતના સદસ્ય મંગાભાઈ બાબરીયા, ઠળિયા ગ્રામ પંચાયતના સરપંચ વનરાજભાઈ મોભ, શ્રી એલ.એમ શાહ હાઇસ્કુલ આચાર્ય વિજયભાઈ પંડ્યા, કેન્દ્રવતી શાળાના આચાર્ય પ્રકાશભાઈ તેમજ શિક્ષક ચંદુભાઈ પંડ્યા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
તળાજા તાલુકાના ઠળિયા ગામે દાતાઓના સહયોગથી શાળાના બાળકોને બટુક ભોજન કરવામાં આવ્યું તેમ જ બાળકોને શૈક્ષણિક કીટ આપવામાં આવી.

Recent Comments